ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટીની નજીક આવી રહ્યું છે. હવે ISROનું મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ (ALS) શરૂ કરવા માટે તૈયાર છે. ઈસરોએ જણાવ્યું કે તેઓ નિર્ધારિત બિંદુ પર લેન્ડર મોડ્યુલના આગમનની રાહ જોઈ રહ્યા છે. લગભગ 17:44 IST સમયે લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે. 140 કરોડ ભારતીયો દેશના ત્રીજા ચંદ્ર મિશનના સોફ્ટ લેન્ડિંગ માટે રાહ જોઈ રહ્યા છે.