ઇઝરાયેલમાં હમાસ દ્વારા કરાયેલા ઓચિંતા હુમલાના પગલે કોંગ્રેસે પેલેસ્ટાઇનને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસે ઇઝરાયેલી દળો અને હમાસ આતંકવાદી જૂથ વચ્ચે "તાત્કાલિક યુદ્ધવિરામ" માટે હાકલ કરી હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પસાર કરેલા ઠરાવમાં પેલેસ્ટિનિયન લોકોના અધિકારોનું સમર્થન કરવામાં આવ્યું હતું. દરમિયાન કોંગ્રેસના નેતા શશિ થરૂરે તેમની પાર્ટીએ પેલેસ્ટાઈનને શા માટે સમર્થન આપ્યું તે વિષે જણાવ્યું હતું.