ઈરાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર ભારતના વિદેશ મંત્રાલયે આખરે પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકી સંગઠનના હેડક્વાર્ટર પર ઈરાન દ્વારા ઘાતક હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ઈરાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં બે બાળકોના જીવ ગયા હતા, બેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભારતે ઈરાન તરફી વલણ અપનાવ્યું અને `દેશો સ્વરક્ષણ માટે પગલાં લે` પર ભાર મૂક્યો. પાકિસ્તાને ઈરાનની કાર્યવાહીની નિંદા કરી હતી અને આ હુમલાને તેની એરસ્પેસનું "ઉશ્કેરણી વગરનું ઉલ્લંઘન" ગણાવ્યું હતું. ૨૦૧૯ માં, ભારતે પુલવામામાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી જૂથ દ્વારા આત્મઘાતી હુમલાનો બદલો લેવા બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો.