ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ તેના મુખ્ય વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં અનુમાન લગાવ્યું હતું કે નાણાકીય ક્ષેત્રની ગરબડ, ઉચ્ચ ફુગાવો, રશિયા-યુક્રેન યુદ્ધની ચાલી રહેલી અસરો અને કોવિડના ત્રણ વર્ષ વચ્ચે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે. IMFએ વર્ષ 2023-24 માટે તેના વૃદ્ધિ અંદાજને અગાઉના 6.1 ટકાથી ઘટાડીને 5.9 ટકા કર્યો હતો પરંતુ નોંધપાત્ર ઘટાડો હોવા છતાં, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું અર્થતંત્ર બની રહ્યું છે, એવું વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના આંકડા દર્શાવે છે.