પ્રખ્યાત યુટ્યુબર અને કૉમેડિયન દેવરાજ પટેલનું છત્તીસગઢના રાયપુરમાં 26 જૂને રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. યુટ્યુબર દેવરાજ પટેલ તેના "દિલ સે બુરા લગતા હૈ" મીમ માટે પ્રખ્યાત હતો. પોલીસે આપેલી માહિતી મુજબ દેવરાજ બાઇકના પાછળની સીટ પર સવાર હતો તે દરમ્યાન મોટરસાઇકલ ટ્રક સાથે અથડાઈ હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ દેવરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.