દિલ્હીમાં પૂરની ભયંકર સ્થિતિ સર્જાઇ છે. યમુના નદીનું જળસ્તર ફરી એકવાર વધી રહ્યું હોવાથી દિલ્હી હાઈ એલર્ટ પર છે. 23 જુલાઈના રોજ જૂના યમુના બ્રિજ પર પાણીનું સ્તર 205.81 મીટર નોંધાયું હતું. 22 જુલાઈથી યમુનાના જળ સ્તરમાં વધારો થયો હતો. પૂરથી પ્રભાવિત લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા કારણ કે તેઓએ તેમના આશ્રયસ્થાનો ગુમાવ્યા હતા. જૂના યમુના પુલ પાસેના રાહત શિબિરોમાં સેંકડો પૂર પ્રભાવિત લોકો આશ્રય લેતા જોવા મળ્યા હતા.