ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડિંગ કરીને ભારતના ચંદ્રયાન-3 દ્વારા ઈતિહાસ સ્થાપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. વિશ્વના નેતાઓથી લઈને ટોચની હસ્તીઓએ ચંદ્રયાન-3ને બિરદાવ્યું છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ તેમના એક્સ હેન્ડલ પરની અભિનંદન આપતાં કહ્યું કે "કેટલી અવિશ્વસનીય ક્ષણ!" તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં ટેસ્લા અને સ્પેસએક્સ બોસ એલોન મસ્કે "સુપર કૂલ" એમ ટિપ્પણી કરી હતી.