મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે 3 જૂનના રોજ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. કુમારે ચૂંટણી દરમિયાન ખોટી સ્ટોરીઝ બનાવનારાઓ માટે એક કડક સંદેશ આપ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ડીએમ/આરઓ (રિટર્નિંગ ઓફિસર્સ)ને બોલાવ્યા હોવાના કૉંગ્રેસ નેતા જયરામ રમેશના આરોપો અંગે બોલતા ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે કહ્યું, ... શું કોઈ તેમને (ડીએમ/આરઓ) બધાને પ્રભાવિત કરી શકે છે? અમને જણાવો કે આ કોણે કર્યું. અમે તે વ્યક્તિને સજા કરીશું જેણે તે કર્યું...તમે અફવા ફેલાવ્યા કરો અને દરેક પર શંકા કરો તે યોગ્ય નથી.