૧૫ ભારતીયો સાથેનું કાર્ગો જહાજ, `MV LILA NORFOLK` સોમાલિયાના દરિયાકાંઠે 4 જાન્યુઆરીએ હાઇજેક કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળ કાર્ગો જહાજ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તેની તરફ યુદ્ધ જહાજ પણ મોકલવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈ. એન. એસ ચેન્નાઈ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાઈજેક કરેલા જહાજ તરફ આગળ વધી રહ્યું છે. જહાજએ UKMTO પોર્ટલ પર ૪ જાન્યુઆરીના રોજ સાંજે પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર કર્મચારીઓના બોર્ડિંગનો સંકેત આપતો સંદેશ મોકલ્યો હતો. ભારતીય નૌકાદળે જહાજને મદદ કરવા માટે મેરીટાઇમ સિક્યોરિટી ઓપરેશન્સ માટે મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ (MPA)લોન્ચ કર્યું હતું. વિમાને ૫ જાન્યુઆરીની વહેલી સવારે જહાજ પર ઉડાન ભરી હતી અને જહાજ સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો.