વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાત લેશે અને રાજ્યમાં રૂ. ૩૦,૫૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટનું અનાવરણ કરશે. તેઓ લગભગ રૂ. ૧૭,૮૪૦ કરોડના ખર્ચે બનેલ અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કરશે. અટલ સેતુ સૌથી લાંબો પુલ અને દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. મુલાકાત દરમિયાન, વડા પ્રધાન ઈસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટને જોડતી ભૂગર્ભ માર્ગ ટનલનો શિલાન્યાસ પણ કરશે અને રાજ્યમાં નમો મહિલા શક્તિકરણ અભિયાનનો પ્રારંભ કરશે.