એનડીએના સંસદીય દળની બેઠકને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 07 જૂને PM મોદીની આગેવાની હેઠળની સરકારના કેબિનેટ વિસ્તરણ અંગેની અટકળો પર એક રમૂજી સલાહ આપી હતી. તેમણે કહ્યું, “લોકો તમારો સંપર્ક કરશે અને કહેશે કે તેઓ તમને કેબિનેટ સીટ અપાવી શકે છે. હવે ટેક્નોલોજી એવી છે કે મારી સહીઓ સાથેનું લિસ્ટ બહાર આવી શકે છે. હું તમને વિનંતી કરું છું કે આ બધા પ્રયત્નો નકામા છે. હું તમામ સાંસદોને વિનંતી કરું છું કે તેઓ આ ષડયંત્રનો શિકાર ન બને. INDI એલાયન્સે આ ચૂંટણીઓમાં ફેક ન્યૂઝમાં કુશળતા ભેગી કરી છે, તેમની પાસે ડબલ પીએચડી છે. તેઓ આનો ઉપયોગ કરી શકે છે. અફવાઓથી દૂર રહો. બ્રેકિંગ ન્યૂઝના આધારે દેશ નહીં ચાલે.