અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને મળેલી વિધાનસભ્ય દળની બેઠક બાદ કરાયેલ જાહેરાત અનુસાર આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. કેજરીવાલ, આજે રાજીનામું આપવા માટે સાંજે 4:30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે. શીલા દીક્ષિત અને સુષ્મા સ્વરાજ પછી, આમ આદમી પાર્ટી (AAP)ના આતિશી, દિલ્હીના ઇતિહાસમાં આ ભૂમિકા નિભાવનાર ત્રીજી મહિલા છે. 43 વર્ષની ઉંમરે, તેણી AAPની અગ્રણી સભ્ય રહી છે, અતિશીએ લાંબા સમયથીભારતીય રાજકારણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. દિલ્હી સરકારમાં તેણીની અગાઉની ભૂમિકાઓમાં ફાઇનાન્સ અને એજ્યુકેશન પોર્ટફોલિયોને હેન્ડલ કરવાનો સમાવેશ થાય છે. અતિશીની નિમણૂક દિલ્હીના શાસન માટે એક નવા અધ્યાયને ચિહ્નિત કરે છે.