કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 16 ફેબ્રુઆરીએ બિહારના મોહનિયામાં યુવાનોને સંબોધિત કર્યા હતા અને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે આ સરકાર તેમને કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજૂર બનાવવા માંગે છે, એટલે તેમણે ‘અગ્નવીર’ યોજના લાવ્યા છે. તેમણે કહ્યું, “તેઓ (કેન્દ્ર) ભારતના સંરક્ષણ બજેટનો ઉપયોગ જવાનોની તાલીમ અને સુરક્ષા માટે કરવા માંગતા નથી...તમારી ન તો સેનામાં ભરતી કરવામાં આવશે કે ન તો રેલ્વેમાં કે ન તો કોઈ જાહેર ક્ષેત્રની એકમમાં.