
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
Updated
8 months
1 week
3 days
13 hours
29 minutes
ago
09:30 PM
News Live Updates: મણિપુર, J&K, ભારત-પાક સીમા અને મધ્ય અને પૂર્વ ભારતની મુસાફરી નહીં કરો: અમેરિકા
અમેરિકાએ તેના નાગરિકોને ભારતના મણિપુર, જમ્મુ અને કાશ્મીર, ભારત-પાકિસ્તાન બોર્ડર અને દેશના મધ્ય અને પૂર્વીય ભાગો જ્યાં નક્સલવાદીઓ સક્રિય છે ત્યાં મુસાફરી ન કરવાની માહિતી જાહેર કરી છે. ભારત માટે સંશોધિત ટ્રાવેલ એડવાઈઝરીમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટે કહ્યું કે તેમણે ઉત્તરપૂર્વીય રાજ્યોની માહિતીને પ્રતિબિંબિત કરવા માટે અપડેટ કર્યું છે.
Updated
8 months
1 week
3 days
13 hours
59 minutes
ago
09:00 PM
News Live Updates: પેરિસ ઓલમ્પિક્સમાં નીતા અંબાણી ભારતમાંથી IOC ચૂંટાયા
નીતા અંબાણીને ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના સભ્ય તરીકે સર્વસંમતિથી ફરીથી ચૂંટવામાં આવ્યા છે. IOC દ્વારા પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ પહેલા આ જાહેરાત કરવામાં આવી હતી, જે આ સપ્તાહના અંતમાં યોજાવાની છે.
Updated
8 months
1 week
3 days
14 hours
29 minutes
ago
08:30 PM
News Live Updates: વારાણસીમાં ગંગા પ્રદૂષણ- NGTAએ યુપીના પર્યાવરણ સચિવને નોટિસ ફટકારી
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ત્રણ વર્ષની અંદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન ન કરવા બદલ ઉત્તર પ્રદેશના પર્યાવરણ સચિવ પાસેથી જવાબ માંગ્યો છે.
Updated
8 months
1 week
3 days
14 hours
59 minutes
ago
08:00 PM
News Live Updates: લોકો ધર્મ પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યા છે: હાઈ કોર્ટ
`આજકાલ લોકો ધર્મ પ્રત્યે વધુ સંવેદનશીલ બની ગયા છે`, એમ બોમ્બે હાઈ કોર્ટે બુધવારે WhatsApp ગ્રૂપ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં બે વ્યક્તિઓ સામેના કેસને રદ કરતાં કહ્યું હતું.