
નિતેશ રાણે (ફાઇલ તસવીર)
Updated
6 months
4 weeks
11 hours
48 minutes
ago
09:30 PM
News Live Updates: ભાજપ ધારાસભ્ય નિતેશ રાણે સામે વધુ એક કેસ નોંધાયો
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પોલીસે અહમદનગર જિલ્લામાં તેમના તાજેતરના ભાષણો દરમિયાન મુસ્લિમોને કથિત રીતે નિશાન બનાવવા બદલ ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે સામે ગુનો નોંધ્યો છે. નવી એફઆઈઆર સહિત રાજ્યમાં ધારાસભ્ય સામે હવે કુલ ચાર કેસ નોંધાયા છે.
Updated
6 months
4 weeks
12 hours
18 minutes
ago
09:00 PM
News Live Updates: સ્પાઈસ જેટની દિલ્હીથી પુણેની ફ્લાઈટ થઈ લેટ
સ્પાઈસ જેટની દિલ્હી-પુણે ફ્લાઈટને અનિશ્ચિત સમય માટે વિલંબ થતાં દિલ્હી એરપોર્ટ T1 પર મુસાફરો નિરાશ થઈ ગયા છે. મૂળ રૂપે સવારે 11 વાગ્યાની નિર્ધારિત ફ્લાઇટને 3 વાગ્યા પછી મોકૂફ રાખવામાં આવી છે, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે લોકોનો ઝઘડો થયો.
Updated
6 months
4 weeks
12 hours
48 minutes
ago
08:30 PM
News Live Updates: બદલાપુર રેલવે સ્ટેશન પર ફાયરિંગ; એક વ્યક્તિ ઘાયલ, આરોપી કસ્ટડીમાં
મધ્ય રેલવેના બદલાપુર રેલવે સ્ટેશન પર ગોળીબાર થવાનાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે માહિતી મળી રહી છે કે ફાયરિંગની ઘટના સાંજે છ વાગ્યાની આસપાસ હોમ પ્લેટફોર્મ પર બની હતી. પ્રાથમિક અહેવાલ મુજબ એક વ્યક્તિએ બે લોકો પર બેફામ ગોળીબાર કર્યો હતો. બદલાપુર રેલવે સ્ટેશન પર ગોળીબારની ઘટનાની માહિતી મળતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી અને હવે આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.
Updated
6 months
4 weeks
13 hours
18 minutes
ago
08:00 PM
News Live Updates: મુંબઈના લાલબાગચા રાજાનો પહેલો લૂક આવ્યો સામે
View this post on Instagram