
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
Updated
6 months
3 weeks
11 hours
48 minutes
ago
09:30 PM
News Live Updates: મહારાષ્ટ્રમાં કેમિકલ ફેક્ટરીમાં વેલ્ડિંગ દરમિયાન જોરદાર વિસ્ફોટ બાદ આગ
મહારાષ્ટ્રના રાયગઢમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ત્રણ કામદારોના મોત થયા છે. તમામ મૃતકો યુપીના રહેવાસી હતા અને ત્યાં કામ કરતા હતા. આ દુર્ઘટના વેલ્ડીંગ દરમિયાન બની હતી જ્યારે જ્વલનશીલ મિથેનોલ ધરાવતી સ્ટોરેજ ટાંકીમાં સ્પાર્ક થયો હતો અને ત્યાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ઘણા મજૂરો પણ ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Updated
6 months
3 weeks
12 hours
18 minutes
ago
09:00 PM
News Live Updates: નવી મુંબઈમાં ATM સાથે છેડછાડ, 1.7 લાખ રૂપિયાની ચોરી
નવી મુંબઈમાં ATM સાથે ચેડાં કરીને લગભગ રૂ. 1.7 લાખની ચોરી કરવા બદલ પોલીસે બે અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. બે વ્યક્તિઓએ જૂના પનવેલ વિસ્તારમાં એક રાષ્ટ્રીય બેન્કના ATM પર કેટલાક લેબલ લગાવ્યા હતા અને 27 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બરની વચ્ચે 27 ગ્રાહકો પાસેથી રૂ. 1,69,800ની ચોરી કરી હતી. જો કે પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું નથી કે તેઓએ પૈસા કેવી રીતે ચોર્યા.
Updated
6 months
3 weeks
12 hours
48 minutes
ago
08:30 PM
News Live Updates: બેસ્ટ દ્વારા ગણપતિ વિસર્જન માટેના રૂટમાં ફેરફાર લાગુ
શહેરમાં નીકળતી ગણપતિ વિસર્જન શોભાયાત્રાઓ વચ્ચે બસો 709 (મગથાણે ડેપો-ભાઈંદર સ્ટેશન), 706 (મરોલ ડેપો-ભાઈંદર સ્ટેશન), 707 (ગોરેગાંવ ડેપો-ભાઈંદર સ્ટેશન), 718 (દિંડોશી બસ ડેપો-ભાઈંદર સ્ટેશનની સેવાઓ ) અને C-72 (રાણી લક્ષ્મીબાઈ ચોક-ભાઈંદર પૂર્વ)ને બપોરે 3 વાગ્યાથી ગોલ્ડન નેસ્ટ બસ સ્ટોપ સુધી દોડાવવામાં આવશે.
Updated
6 months
3 weeks
13 hours
18 minutes
ago
08:00 PM
News Live Updates: મકાઈથી ભરેલી ટ્રક પલટી થતાં ત્રણના મોત
ઝારખંડના દુમકા જિલ્લામાં મસાંજોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકાઈ લઈ જતો ટ્રક પલટી થતાં ત્રણ પ્રવાસીઓના મોત થયા હતા. મૃતકોમાં પશ્ચિમ બંગાળના ઉન્નતિ બાગતી, અલ્પના બાગતી અને દિવ્યેન્દુ બાગતીનો સમાવેશ થાય છે. જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.