પ્રતીકાત્મક ફાઇલ તસવીર
Updated
4 months 6 hours 9 minutes ago
09:30 PM
News Live Updates: કુર્લા રેલવે સ્ટેશન પર મહિલાનો વિનયભંગ: આરોપીની થઈ પબ્લિક ધોલાઈ
ચુનાભટ્ટી રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી, મહિલા સ્કાયવોક પરથી એલબીએસ રોડ તરફ જતી હતી ત્યારે એક વ્યક્તિએ તેને અંધકારમાં પાછળથી પકડી લીધો અને કહ્યું કે તે તેની પત્ની છે.
Updated
4 months 6 hours 39 minutes ago
09:00 PM
News Live Updates: કોલકાતા રેપ પીડિતાનું નામ પોર્ન સાઇટ પર હજારો વખત સર્ચ કરાયું
મહિલા ડૉક્ટર પર થયેલો બળાત્કારના વીડિયોને હજારો નરાધમોએ ઇન્ટરનેટ પરની પોર્ન સાઇટ પર સર્ચ સર્ચ કર્યું હોવાનું ગૂગલ સર્ચમાં ખુલાસો થયો હતો.
Updated
4 months 7 hours 9 minutes ago
08:30 PM
News Live Updates: 4 રાજ્યો માટે પૂરના જોખમને ઘટાડવા માટે રૂ. 150 કરોડની મંજૂરી
કેન્દ્રએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા અમલમાં મુકવા માટે રૂ. 150 કરોડના ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ રિસ્ક મિટિગેશન પ્રોગ્રામને મંજૂરી આપવામાં આવી છે.
Updated
4 months 7 hours 39 minutes ago
08:00 PM
News Live Updates: મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારો વિચારણા કરવી જોઈએઃ રાહુલ ગાંધી
બદલાપુર યૌન શોષણની ઘટનાને પગલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે તે અમને વિચારવા મજબૂર કરે છે કે આપણે સમાજ તરીકે ક્યાં જઈ રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે તમામ સરકારો અને પક્ષોએ મહિલાઓ માટે સલામત વાતાવરણ પૂરું પાડવા માટે કયા પગલાં લેવા જોઈએ તેના પર વિચાર કરવાની જરૂર છે.