હુસૈનની બહેન, ખુરશીદ ઓલિયાએ મિડ-ડેને કહ્યું, "તેમના અવસાનના સમાચાર ખોટા છે. તેઓ જીવિત છે, પરંતુ તે ખૂબ જ નાજુક સ્થિતિમાં છે."
ફાઇલ તસવીર
રવિવારે રાત્રે સોશિયલ મીડિયા અને સમાચાર માધાયોમાં તબલાવાદક ઝાકિર હુસૈનના નિધનની (Zakir Hussain Death)અફવાઓ ચાલી રહી હતી. તેમને હૃદય સંબંધિત સમસ્યાઓ સાથે સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચારની પુષ્ટિ ઝાકિરના મિત્ર અને વાંસળીવાદક રાકેશ ચૌરસિયાએ કરી હતી. જો કે, તેમના પરિવારે ઝાકિરની મૃત્યુનાદાવાઓને નકારી કાઢ્યા છે, મિડ-ડે સાથેની વાતચીતમાં ઝાકિરના બહેન ખુરશીદએ પુષ્ટિ આપી છે કે તે જીવિત છે પરંતુ ગંભીર સ્થિતિમાં છે.
હુસૈનની બહેન, ખુરશીદ ઓલિયાએ મિડ-ડેને કહ્યું, "તેમના અવસાનના સમાચાર ખોટા છે. તેઓ જીવિત છે, પરંતુ તે ખૂબ જ નાજુક સ્થિતિમાં છે." રવિવાર રાત્રિ સુધી થયેલા સંવાદમાં , ઓલિયાએ મિડ-ડેને કહ્યું કે "ઝાકિર હુસૈનનાં પત્નીએ કહ્યું છે કે જો તેમને કંઈ થશે અથવા તેમનું અવસાન થશે, તો તે જતેજ મેડિયામાં પોતાનું નિવેદન આપશે. ઓલિયાએ અંતે ઉમેર્યું, "અમે લોકોને આ મુશ્કેલ સમયમાં તેમના માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ, તેઓ એક મહાન કલાકાર અને પ્રતિભાશાળી વ્યક્તિ હોવાની સાથે મારા ભાઈ છે."
ADVERTISEMENT
ઝાકિર હુસૈનના મેનેજર નિર્મલા બચાનીએ શેર કર્યું કે 73 વર્ષીય સંગીતકાર બ્લડ પ્રેશરની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. રાકેશ ચૌરસિયાએ પણ તેમની ચિંતા વ્યક્ત કરતા PTIને કહ્યું હતું કે “તે બીમાર છે અને હાલમાં ICUમાં છે. અમે બધા તેમની પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છીએ.” (Zakir Hussain Death)
સુપ્રસિદ્ધ તબલા વાદક અલ્લાહ રખાના મોટા પુત્ર ઝાકિર હુસૈનએ તેમના પિતાના વારસાને આગળ વધાર્યો છે, તેમની અસાધારણ કળા અને તબલા વાદનમાં વૈશ્વિક સ્તરે પ્રશંસા મેળવનાર આ મહાનુભાવ માટે વિશ્વભરના ચાહકો અને સંગીત જગતના લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે (Zakir Hussain Death)