મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ લખનઉમાં કેબિનેટ સાથે જોશે ફિલ્મ
ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’નું પોસ્ટર
એક તરફ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) એક પછી એક વિવાદોમાં ઘેરાય રહી છે. કેટલાક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. કેટલીક જગ્યાએ ફિલ્મને થિયેટરમાંથી હટાવી દેવામાં આવી છે તો કેટલીક જગ્યાએ તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાં ભારે વિરોધ વચ્ચે કેટલાક રાજ્યોમાં ફિલ્મને ટૅક્સ-ફ્રી જાહેર કરવામાં અવી છે. મંગળવારે વધુ એક રાજ્યએ ફિલ્મને ટૅક્સ-ફ્રી જાહેર કરી છે. આ ફિલ્મને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ટેક્સ ફ્રી કરવામાં આવશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ ટ્વીટ (Twitter) કરીને આ અંગે માહિતી આપી હતી. અગાઉ આ ફિલ્મને મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
આજે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને જણાવ્યું કે, ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ને ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવશે.’ યોગીએ આ જાહેરાત કરતાની સાથે જ યુપીવાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ.
ADVERTISEMENT
`The Kerala Story` उत्तर प्रदेश में टैक्स फ्री की जाएगी।
— Yogi Adityanath (@myogiadityanath) May 9, 2023
યોગી સરકારના આ પગલાંને ઉત્તરપ્રદેશના લોકોએ વધાવી લીધું છે. સોશિયલ મીડિયા યુઝર્સે ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવા બદલ તેમનો આભાર માન્યો છે. ચોતરફ તેમના નિર્ણયની પ્રશંસા કરવામાં આવી રહી છે. તે સિવાય સીએમ યોગી આદિત્યનાથ તેમની કેબિનેટ સાથે ૧૨ મેના રોજ લખનઉ (Lucknow)માં આ ફિલ્મ જોશે.
આ પણ વાંચો – શબાના આઝમીએ ધ કેરલા સ્ટોરી પર પ્રતિબંધની અપીલ કરનારાઓની આકાર શબ્દોમાં કરી ટીકા
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની વાર્તા છોકરીઓના ધર્માંતરણ અને આતંકવાદી સંગઠન ISS સાથે તેમના જોડાણની છે. આ થીમ પર બનેલી ફિલ્મનું ટીઝર રીલિઝ થયું ત્યારથી જ ફિલ્મનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. દિગ્દર્શક સુદીપ્તો સેન (Sudipto Sen) દ્વારા નિર્દેશિત ફિલ્મ શાલિની, નીમા અને ગીતાંજલિ નામની છોકરીઓ પર આધારિત છે, જેઓ નર્સ બનવાના સપના સાથે ઘરથી દૂર કૉલેજમાં ભણવા આવે છે. જ્યાં તેઓ આસિફાને મળે છે. આસિફા એક કટ્ટરપંથી છે અને જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ જાણવા મળે છે કે તે છોકરીઓને ISISમાં મોકલવાનું કામ કરે છે. આ ફિલ્મ દર્શાવે છે કે, કેવી રીતે આસિફા તેના સાથીદારોની મદદથી ત્રણ છોકરીઓનું બ્રેઈનવોશ કરે છે અને તેમને ધર્મ બદલવા માટે ઉશ્કેરે છે.
આ પણ વાંચો – પશ્ચિમ બંગાળમાં કેરલા સ્ટોરી પર પ્રતિબંધ, શાંતિ જાળવવા માટે મમતા સરકારનો નિર્ણય
પશ્ચિમ બંગાળ (West Bengal) માં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે તેલંગાણા (Telangana)માં ફિલ્મને થિયેટરમાંથી હટાવી દેવામાં આવી છે. આ ફિલ્મ હજુ તમિલનાડુ (Tamil Nadu)માં રિલીઝ નથી થઈ. આ દરમિયાન ફિલ્મના ક્રૂ મેમ્બરને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા છે. મેસેજ મોકલનારએ લખ્યું છે કે, ‘ઘરની બહાર એકલા ન નીકળો. તેઓએ આ ફિલ્મ બતાવીને સારું કામ કર્યું નથી.’
આ પણ વાંચો – વટલાવવાનો ધંધો અને ધર્મ