Yogi Adityanath Death Threat: ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દસ દિવસમાં રાજીનામું નહીં આપે તો બાબા સિદ્દીકીની જેવી હાલત કરાશે, એવી ધમકી અપાઈ.
યોગી આદિત્યનાથ અને બાબા સિદ્દીકીની ફાઇલ તસવીર
થોડાક સમય પહેલા એનસીપી નેતા બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રા વિસ્તારમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. હજી તો એના ઘા રુઝાયા નથી ત્યાં ફરી મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશ મળ્યો છે. આ ધમકીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી (Yogi Adityanath Death Threat) આપવામાં આવી છે.
ધમકી આપનારે આ માંગ કરી- નહિતર યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસ પર આવેલા સંદેશમાં ધમકી આપનારે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દસ દિવસમાં રાજીનામું નહીં આપે તો બાબા સિદ્દીકીની જેવી હાલ કરવામાં આવી હતી તેવી જ હાલત યોગી આદિત્યનાથ (Yogi Adityanath Death Threat)ની કરવામાં આવશે. આ પહેલા પણ તેઓને ધમકી આપવામાં આવી છે. માર્ચ મહિનામાં લખનૌના મહાનગર સ્થિત નિયંત્રણ કેન્દ્ર સુરક્ષા મુખ્યાલયમાં પણ ફોન કરવામાં આવ્યો હતો. અને ત્યારે પણ યોગી આદિત્યનાથને બોમ્બ વડે ઉડાડી દેવામાં આવશે એ પ્રકારની ધમકી આપવામાં હતી. વળી એકવાર તો આજ પ્રકારે યોગી આદિત્યનાથની સાથોસાથ શ્રીરામ મંદિર અને યુપી એસટીએફના ચીફને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે એ પ્રકારની ચીમકીભર્યો ફોન કરવામાં આવ્યો હતો.
તાજી ધમકી આપનારની ઓળખ હજુ થઈ નથી
Yogi Adityanath Death Threat: પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ પોલીસની ટ્રાફિક કન્ટ્રોલ સેલને શનિવાર સાંજે આ ધમકી ભરેલો મેસેજ મળ્યો હતો. જો કે, આ પ્રકારની ધમકી કોણે આપી છે તે વિશે કોઈ માહિતી મળી શકી નથી. અત્યારે આ મુદ્દે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અત્યારે મહારાષ્ટ્રમાં વિધાસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે યોગી આદિત્યનાથ પોતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મહારાષ્ટ્રની મુલાકાત લે તેવી શક્યતાઑ વચ્ચે અપ્રકારનો ધમકીભર્યો મેસેજ મળતા તેમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ગયા દશેરાને દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ લીધી હતી. હવે જ્યારે યોગી આદિત્યનાથ સાથે પણ એ જ પ્રકારે હાલ કરવાની ધમકી (Yogi Adityanath Death Threat) મળતા પોલીસ તંત્ર સજ્જ થયું છે.
સલમાન ખાનને ધમકી આપનારને પણ દબોચી લેવાયો
તાજેતરમાં જ અભિનેતા સલમાન ખાનને ધમકી આપનારા શખ્સને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી હતી. આ શખ્સે ટેલિવિઝનમાં સમાચાર જોતાં જોતાં વિચાર કરીને સલમાન ખાનને ધમકી આપવાનું કાવતરું રચ્યું હતું, આ સાથે જ એણે સલમાન ખાન પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી હતી, પણ પોલીસે આઝમ મોહમ્મદ મુસ્તફા નામના મુંબઈના બાન્દ્રા ઈસ્ટના રહેવાસીની ધરપકડ કરી લીધી છે. એની સાથે નોયડામાં પણ 20 વર્ષના એક યુવકને દબોચી લેવામાં આવ્યો હતો.