દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરતા પહેલવાનોએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે અમે સુપ્રીમ કૉર્ટના આદેશનું સન્માન કરીએ છીએ. પણ ધરણાં ચાલુ રહેશે. તેમણે કહ્યું કે અમને દિલ્હી પોલીસ પર વિશ્વાસ નથી, તે નબળી એફઆઈઆર દાખલ કરી શકે છે.
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કૉર્ટ (Supreme Court)માં આજે દેશના શીર્ષ પહેલવાનોની ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ દ્વારા કહેવાતી રીતે કરવામાં આવેલા યૌન દુરાચાર વિરુદ્ધ એક અરજી પર સુનાવણી થઈ. ત્યાર બાદ દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરતા પહેલવાનોએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે અમે સુપ્રીમ કૉર્ટના આદેશનું સન્માન કરીએ છીએ. પણ ધરણાં ચાલુ રહેશે. તેમણે કહ્યું કે અમને દિલ્હી પોલીસ પર વિશ્વાસ નથી, તે નબળી એફઆઈઆર દાખલ કરી શકે છે.
પ્રેસ કૉન્ફ્રેન્સમાં પહેલવાનોએ શું કહ્યું?
દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરતા પહેલવાનોએ પ્રેસ કૉન્ફ્રેન્સ કરીને કહ્યું કે "તેમને દિલ્હી પોલીસની તપાસ પર વિશ્વાસ નથી. કેસ મોડો દાખલ કરવામાં આવ્યો છે. બૃજભૂષણ સિંહને દરેક પદ પરથી ખસેડવા જોઈએ. સુપ્રીમ કૉર્ટનું અમે સન્માન કરીએ છીએ. સ્પૉર્ટ્સ બચાવવું છે તો આપણે સાથે આવવું પડશે. બૃજભૂષણ સિંહ પોતાના પદનો દુરુપયોગ કરી શકે છે. બૃજભૂષણ પર તરત કાર્યવાહી થવી જોઈએ અને તરત તેમને જેલ મોકલવા જોઈએ. આ લડાઈ તેના જેવા લોકોને સજા આપવા માટે છે. તેને જેલમાં રહેવા અને તેમના વિભાગોને છીનવી લેવાની જરૂર છે."
ADVERTISEMENT
સુપ્રીમ કૉર્ટે આપ્યા કેસ નોંધવાના આદેશ
દિલ્હી પોલીસે કહ્યું કે ભારતના કુશ્તી સંઘ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આજે એક કેસ દાખલ કરવામાં આવશે. સુપ્રીમ કૉર્ટના આદેશ બાદ દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યા બાદ કહી છે. પહેલવાનોએ ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ નોંધાયા બાદ તેની તત્કાલ સુનાવણી માટે સુપ્રીમ કૉર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પહેલવાનોની અરજી પર સુપ્રીમ કૉર્ટે દિલ્હી પોલીસને નૉટિસ જાહેર કરી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમના આરોપો પર કોઈ કેસ દાખલ કરવામાં નહોતો આવ્યો.
આ પણ વાંચો : સિસોદિયાને ઝટકો, આબકારી નીતિ મામલે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં ન મળ્યા જામીન
દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરતા પહેલવાનોએ દાવો કર્યો કે કેસ દાખલ થવા સુધી તે ત્યાં જ રહેશે. આમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, અને બજરંગ પુનિયા જેવા સ્ટાર પહેલવાન પણ સામેલ છે. પહેલવાનોએ ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવાના તેમના અનુરોધ પર તત્કાલ સુનાવણી માટે સુપ્રીમ કૉર્ટ તરફ ફર્યા. સુપ્રીમ કૉર્ટે પહેલવાનોની અરજી પર દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરીને તેમના આરોપો પર કોઈ કેસ દાખલ કેમ નથી કર્યો એવો પ્રશ્ન કર્યો છે.