Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કુસ્તીબાજો અને ખેડૂતોએ સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ, કહ્યું...

કુસ્તીબાજો અને ખેડૂતોએ સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ, કહ્યું...

Published : 07 May, 2023 08:36 PM | Modified : 07 May, 2023 08:48 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આજની પંચાયતમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારા ખાપના લોકો અહીં રોજ આવશે, જો સરકાર 15 દિવસમાં સંમત નહીં થાય તો 21 મેના રોજ ફરીથી બેઠક થશે અને તેમાં બેઠકમાં આગળની રણનીતિ શું હશે તે નક્કી કરવામાં આવશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ખેડુત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) અને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) વિરુદ્ધ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોની સાથે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગટ તેમ જ રાકેશ ટિકૈત અને મહત ચૌબીસી ખાપ પંચાયતના વડાએ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી છે.


પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે, “આજની પંચાયતમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારા ખાપના લોકો અહીં રોજ આવશે, જો સરકાર 15 દિવસમાં સંમત નહીં થાય તો 21 મેના રોજ ફરીથી બેઠક થશે અને તેમાં બેઠકમાં આગળની રણનીતિ શું હશે તે નક્કી કરવામાં આવશે.” ખાપ પંચાયતના વડાએ કહ્યું કે, “ખાપ પંચાયત હોય કે ખેડૂત સંગઠન, અમે બધા બહારથી કુસ્તીબાજોએ શરૂ કરેલા સંઘર્ષને સમર્થન આપીશું.”



તેમાં કહેવામાં આવ્યું કે, “અમે તેમનું આંદોલન મજબૂત કરીશું. બ્રિજભૂષણનું રાજીનામું લઈને તેને જેલમાં ધકેલી દેવો જોઈએ જેથી અમારી છોકરીઓ પર હાથ ઉપાડનારને કોર્ટ દ્વારા સજા મળવી જોઈએ. સરકારને 21 મેની સમયમર્યાદા આપી છે. આ પછી મોટો નિર્ણય લેવામાં આવશે.”


રાકેશ ટિકૈતે શું કહ્યું?

તેમણે કહ્યું કે, “અમારા ગામના લોકો દિવસે આવશે અને રાત્રે નીકળી જશે. જેમને રાત્રી રોકાણ કરવાનું હોય તેઓ પણ રહી શકે છે. જે સમિતિ નક્કી થઈ ચૂકી છે, તે જ સમિતિ આ આંદોલન ચલાવશે. અમે બહારથી સમર્થન કરીશું. જો સરકાર 21મી સુધી મંત્રણા નહીં કરે અને ઉકેલ નહીં કાઢે તો ત્યાર બાદ ફરીથી રણનીતિ ઘડવામાં આવશે. આ બાળકો આપણી અને દેશની ધરોહર છે. અમે શક્ય તમામ મદદ કરીશું. આજે સાંજે 7:00 કલાકે કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે.”


તેમણે એમ પણ કહ્યું કે, “આ આંદોલન લાંબા સમય સુધી ચાલશે. આપણે આ માટે તૈયાર રહેવું પડશે. અમે દેશભરમાં આંદોલન ચલાવવા તૈયાર છીએ. 21મીએ 5 હજાર ખેડૂતો જંતર-મંતર સુધી કૂચ કરશે.”

આ પણ વાંચો: મણિપુરમાં હિંસામાં ૫૪ જણનાં મૃત્યુ, હજી અજંપાભરી શાંતિ

પોલીસ પરવાનગી

પોલીસની પરવાનગી પર તેમણે કહ્યું કે, “આજે પણ પોલીસ પાસે પરવાનગી નહોતી, પરંતુ તેમ છતાં અમે અહીં આવ્યા છીએ. અમે કોઈપણ આંદોલનને હાઈજેક કર્યું નથી. આ ચળવળ આ કુસ્તીબાજોની જ છે. અમારો બહારથી ટેકો છે.”

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2023 08:48 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK