અંગદાન મહાદાન છે પરંતુ એમાં પણ જાતિની અસમાનતા જોવા મળી છે. નૅશનલ ઑર્ગન ઍન્ડ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (NOTTO)ના જણાવ્યા પ્રમાણે ભારતમાં ૨૦૧૩માં ૪૯૯૦ અંગ પ્રત્યારોપણ થયાં હતાં અને ૨૦૨૨માં વધીને ૧૬,૦૪૧ થયાં છે.
પ્રતીકાત્મક તસવીર
અંગદાન મહાદાન છે પરંતુ એમાં પણ જાતિની અસમાનતા જોવા મળી છે. નૅશનલ ઑર્ગન ઍન્ડ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (NOTTO)ના જણાવ્યા પ્રમાણે ભારતમાં ૨૦૧૩માં ૪૯૯૦ અંગ પ્રત્યારોપણ થયાં હતાં અને ૨૦૨૨માં વધીને ૧૬,૦૪૧ થયાં છે. અંગદાનમાં વધારો ચોક્કસ થયો છે, પરંતુ દેશની ૧.૪ અબજથી વધુ વસ્તીમાં સાવ નગણ્ય છે. એમાં દાતાઓની સંખ્યા અને જીવિત દાતાઓની સંખ્યામાં નજીવું અંતર છે અને આ જીવિત અંગદાતાઓમાં પણ પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે. દેશની વિવિધ હૉસ્પિટલો અને રાજ્યસ્તરનાં સંગઠનોએ અંગદાનમાં જાતિઆધારિત અસમાનતાના આંકડા રજૂ કર્યા છે એ પ્રમાણે બિહારમાં ૨૦૧૬માં ૧૭૦થી વધુ કિડની પ્રત્યારોપણ થઈ હતી અને એમાંથી ૧૨૦ મહિલાઓએ દાન કર્યું હતું. પુરુષ દાતાઓની સંખ્યા માત્ર ૫૦ હતી. નૅશનલ મેડિકલ જર્નલ ઑફ ઇન્ડિયામાં ૨૦૨૨માં પ્રકાશિત લેખ પ્રમાણે મહિલાઓમાં નિ:સ્વાર્થની અને બલિદાનની ભાવના વધુ છે. વધુ મહિલાઓ જીવિત દાતા બનવાનું પસંદ કરે છે.