Women gets dead body in parcel: મહિલાએ ઘર બનાવવા માટે આર્થિક મદદ માટે ક્ષત્રિય સેવા સમિતિને અરજી કરી હતી. સમિતિએ મહિલાને ટાઈલ્સ મોકલી હતી. મહિલાએ ફરીથી ક્ષત્રિય સેવા સમિતિને મકાન બનાવવા માટે મદદની અપીલ કરી હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કોઈ વેબસાઇટ પરથી કોઈ વસ્તુ ઓર્ડર કર્યું હોય અને બીજી જ કોઈ વસ્તુ મળી જાય એવી અનેક ઘટના બની છે. જોકે હાલમાં એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે એક મહિલાના પાર્સલમાં મૃતદેહ નીકળ્યો હતો. આંધ્રપ્રદેશના (Women gets dead body in parcel) પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાને પાર્સલમાં મૃતદેહ મળ્યો હતો. મહિલા માની રહી હતી કે તે કોઈ પરોપકારી દ્વારા મોકલવામાં આવેલી ઈલેક્ટ્રીકલ વસ્તુ છે. પાર્સલમાં એક આધેડ ઉંમરના વ્યક્તિની લાશ હતી. આ વ્યક્તિ 5 ફૂટ 7 ઇંચ ઊંચો હતો અને તેનું શરીર પાર્સલ બૉક્સમાં બંધ રાખવામાં આવ્યું હતું. મહિલાને મૃતદેહ સાથે એક પત્ર મળ્યો જેમાં 1.3 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.
આ મૃતદેહને પ્લાસ્ટિકમાં બાંધીને એક લાકડાના બૉક્સમાં પૅક કરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી (Women gets dead body in parcel) જિલ્લાની એક મહિલાને જ્યારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો ત્યારે તે એકદમ ચોંકી ગઈ હતી. આ ભયાનક ઘટના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ઉંડી મંડલના યેન્દાગાંડી ગામમાં બની હતી. નાગા તુલસી નામની મહિલાએ ઘર બનાવવા માટે આર્થિક મદદ માટે ક્ષત્રિય સેવા સમિતિને અરજી કરી હતી. સમિતિએ મહિલાને ટાઈલ્સ મોકલી હતી. મહિલાએ ફરીથી ક્ષત્રિય સેવા સમિતિને મકાન બનાવવા માટે મદદની અપીલ કરી હતી. કમિટીએ કથિત રીતે ઈલેક્ટ્રીકલ સાધનો આપવાનું વચન આપ્યું હતું. મહિલાને વોટ્સઍપ પર મેસેજ આવ્યો હતો કે તેને લાઇટ, પંખા અને સ્વીચ જેવી વસ્તુઓ આપવામાં આવશે.
ADVERTISEMENT
ગુરુવારે રાત્રે, એક વ્યક્તિએ મહિલાના દરવાજે એક બૉક્સ પહોંચાડ્યું (Women gets dead body in parcel) અને તેને કહીને ચાલ્યો ગયો કે તેમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો છે. આ વ્યક્તિના જવા બાદ તુલસીએ પાર્સલ ખોલ્યું અને તેમાં એક વ્યક્તિનો મૃતદેહ જોઈને તે ચોંકી ગયો. આ સમગ્ર ઘટનાથી તેનો પરિવાર પણ ડરી ગયો હતો. આ બાબતની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક અદનાન નઈમ આસ્મીએ પણ ગામની મુલાકાત લીધી હતી અને મામલાની તપાસ કરી હતી.
પાર્સલમાં એક પત્ર પણ મળી આવ્યો છે, જેમાં 1.30 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી છે અને જો માગ નહીં પૂર્ણ થાય તો પરિવારને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપવામાં આવી છે. પોલીસ પાર્સલ પહોંચાડનાર વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા (Women gets dead body in parcel) અનુસાર આ મૃતદેહ આશરે 45 વર્ષના પુરુષનો છે. પોલીસનું માનવું છે કે વ્યક્તિનું મૃત્યુ 4-5 દિવસ પહેલા થયું હશે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ હત્યાનો મામલો છે કે કેમ તે જાણવાના પ્રયાસો ચાલુ છે.