Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશના આ સાત રાજ્યોની મહિલાઓ દારૂ પીવામાં છે નંબર વન, જાણો સંપૂર્ણ માહિતી

દેશના આ સાત રાજ્યોની મહિલાઓ દારૂ પીવામાં છે નંબર વન, જાણો સંપૂર્ણ માહિતી

Published : 20 September, 2024 09:30 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Women consumes max amount of alcohol: જેમ જેમ દારૂ મેળવવાનો રસ્તો સરળ અને સસ્તો થતો જાય છે તેમ તેમ વધુ લોકો તેના તરફ વળ્યા છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


ભારત આલ્કોહોલિક પીણાં માટે વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર છે. ચીન અને રશિયા પછી અને ભારતમાં દારૂનું સેવન પહેલા કરતા પણ વધી ગયું છે. જોકે, સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રાદેશિક પરિબળોથી પ્રભાવિત, દારૂ (Women consumes max amount of alcohol) હંમેશા ચર્ચા અને વિવાદમાં રહે છે. ભારતના અમુક ભાગોમાં, આલ્કોહોલનું સેવન ઉચ્ચ વર્ગ દ્વારા કરવામાં આવતી જીવનશૈલી છે, જ્યારે અન્યમાં, તે નિષિદ્ધ છે અને તણાવ દૂર  કરવા માટે ઉપયોગ કરાય છે. જેમ જેમ દારૂ મેળવવાનો રસ્તો સરળ અને સસ્તો થતો જાય છે તેમ તેમ વધુ લોકો તેના તરફ વળ્યા છે.


ભારતમાં હવે દારૂના સેવનને લઈને એક નવો રિપોર્ટ પબ્લિક કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દેશના કયા રાજ્યોમાં મહિલાઓ સૌથી વધુ દારૂનું સેવન (Women consumes max amount of alcohol) કરે છે તે અંગે માહિતી જાહેર કરવામાં આવી છે. દારૂના સેવનની રીતો રાજ્ય-રાજ્યમાં બદલાય છે, મોટે ભાગે ભૌગોલિક સંદર્ભથી પ્રભાવિત થાય છે. કેટલાક રાજ્યોમાં, અન્ય રાજ્યોની સરખામણીએ મહિલાઓએ દારૂ પીવાની આદત વધુ અપનાવી છે. ચાલો, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5), 2019-20ના ડેટાના આધારે ટોચના સાત રાજ્યો પર એક નજર કરીએ જ્યાં મહિલાઓ સૌથી વધુ દારૂનું સેવન કરે છે.



આ યાદીમાં મોખરે છે અરુણાચલ પ્રદેશ જ્યાં 15-49 વર્ષની વયની 26 ટકા સ્ત્રીઓ દારૂનું સેવન કરે છે. આ ઉચ્ચ દર રાજ્યની સંસ્કૃતિને આભારી છે, જ્યાં દારૂના સેવનને પ્રોત્સાહન આપવામાં આવે છે. મહેમાનોને "એપોંગ" તરીકે ઓળખાતી ચોખાની બીયર (Women consumes max amount of alcohol) ઓફર કરવાનો રિવાજ એ પ્રદેશના વંશીય જૂથોની પરંપરાગત અને સાંસ્કૃતિક માન્યતાઓનો એક ભાગ છે. તે બાદ બીજા સ્થાને છે સિક્કિમ જ્યાં 16.2 ટકા મહિલાઓ આલ્કોહોલનું સેવન કરે છે અને તે યાદીમાં બીજા સ્થાને છે. સિક્કિમ તેના ઘરગથ્થુ દારૂના ઉત્પાદન માટે જાણીતું છે, જે પેઢીઓથી ચાલતી પરંપરા છે. કલંક હોવા છતાં, સિક્કિમમાં દારૂનું સેવન સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે.


આસામમાં 7.3 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. ટોચના બે ઉત્તરપૂર્વીય રાજ્યોની જેમ, આસામના (Women consumes max amount of alcohol) આદિવાસી સમુદાયોમાં દારૂ બનાવવાની અને પીવાની લાંબી પરંપરા છે. તેમના માટે આલ્કોહોલનું સેવન એ જેટલી કર્મકાંડ છે તેટલી જ તે જીવનશૈલી છે. ત્રીજા નંબરે દક્ષિણી રાજ્ય તેલંગાણામાં, 6.7 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે, જેમાં ગ્રામીણ મહિલાઓ શહેરી વિસ્તારોની સરખામણીએ વધારે દારૂનું સેવન કરે છે. આ તેલંગાણામાં ગ્રામીણ મહિલાઓમાં દારૂના ઉપયોગનો વ્યાપ દર્શાવે છે.

ઝારખંડમાં, 6.1 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે, મુખ્યત્વે આદિવાસી સમુદાયોમાંથી (Women consumes max amount of alcohol) જેઓ યુગોથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે. નોકરીની થોડી તકો સાથે, આ સમુદાયોમાં ઘણા લોકો તેમના પડકારોનો સામનો કરવા માટે દારૂ તરફ વળે છે. યાદીમાં એકમાત્ર કેન્દ્રશાસિત પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પાંચ ટકા મહિલાઓ આલ્કોહોલિક પીણાંનું સેવન કરે છે. આ સામાજિક રિવાજો, તણાવ અને સ્ત્રીઓ જે ઉંમરે દારૂ પીવાનું શરૂ કરે છે અને તેનાથી પ્રભાવિત થાય છે. તેમજ છેલ્લે છત્તીસગઢ છે જ્યાં લગભગ પાંચ ટકા મહિલાઓ દારૂ પીવે છે, આ યાદીમાં રાજ્ય સાતમા ક્રમે છે. મહિલાઓ માટે તણાવ અને તકોનો અભાવ આ આંકડામાં પ્રાથમિક ફાળો આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2024 09:30 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK