કર્ણાટકના (Karnataka) મંગલુરુમાં એક મહિલાએ પોતાના 87 વર્ષીય સસરાની ધોલાઈ કરીને તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધા છે, જેની સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોલીસે પ્રાથમિકી નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.
ધરપકડ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કર્ણાટકના મંગલુરુમાં પોલીસે વૃદ્ધ સાસરાને લાકડીથી મારવાના (Woman in Karnataka hits 87-Year-Old Father-in-Law) આરોપમાં મહિલાની ધરપકડ કરી છે. પોલીસના એક અધિકારીએ સોમવારે આ માહિતી આપી. મંગલુરુના અપર પોલીસ ઉપાયુક્ત દિનેશને જણાવ્યું કે સોમવારે દિવસ દરમિયાન કંકનાડી પોલીસથાણાને સૂચના મળી કે કુલશેખર વિસ્તારમાં ઉમાશંકરી નામની મહિલા પોતાના સસરા પદ્મનાભ સુવર્ણ (87)ને લાકડીથી ફટકારી રહી છે જેના પછી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તેની ધરપકડ કરી લીધી.
તેમણે જણાવ્યું કે સુવર્ણની દીકરી પ્રિયાની ફરિયાદ પર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 324 (જોખમી હથિયાર અથવા અન્ય સાધનથી સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) અને 307 (હત્યાનો પ્રયત્ન) હેઠળ કેસ દાખલ કરીને આરોપી મહિલાની ધરપકડ કરી. અપર પોલીસ ઉપાયુક્તે જણાવ્યું કે મહિલાને કૉર્ટમાં રજૂ કરવામાં આવી જ્યાંથી તેને જેલ મોકલી દેવામાં આવી છે અને મામલે તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
કર્ણાટકના (Karnataka) મંગલુરુમાં એક મહિલાએ પોતાના 87 વર્ષીય સસરાની ધોલાઈ કરીને તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધા છે, જેની સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોલીસે પ્રાથમિકી નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. (Woman in Karnataka hits 87-Year-Old Father-in-Law)
કર્ણાટકમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં મેંગલુરુમાં એક મહિલાએ તેના વૃદ્ધ સસરાને બેરહેમીથી માર માર્યો છે. જેનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કેસ નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહી અને વૃદ્ધોને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે.
પોલીસે કરી આરોપીની ઓળખ
આ ઘટના મેંગલુરુના કુલશેખર વિસ્તારમાં બની હતી. પીડિતાની ઓળખ 87 વર્ષીય પદ્મનાભ સુવર્ણા તરીકે થઈ છે. જ્યારે આરોપીની ઓળખ ઉમા શંકરી તરીકે થઈ છે. આ ઘટના 9 માર્ચની હોવાનું કહેવાય છે, જેમાં વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આરોપી ઉમા શંકરી હાલમાં અટ્ટવારમાં ઇલેક્ટ્રિક પ્રોવાઈડર કંપનીમાં ઓફિસર તરીકે કામ કરે છે.
પોલીસે ગુનો નોંધીને કરી ધરપકડ
નોંધનીય છે કે વૃદ્ધ પીડિતાની પુત્રી પ્રિયાની ફરિયાદ પર પોલીસે આઈપીસી કલમ 324 (સ્વેચ્છાએ ખતરનાક હથિયાર અથવા અન્ય માધ્યમથી ઈજા પહોંચાડવી) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ એફઆઈઆર નોંધી છે અને મહિલાની ધરપકડ કરી છે. જાણવા મળે છે કે આરોપી પતિ જે એક વૃદ્ધનો પુત્ર છે તે વિદેશમાં નોકરી કરે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા એક એવી પણ ઘટના સામે આવી હતી જ્યારે સાસુથી કંટાળીને વહુએ પતિ સાથે ઝઘડા કર્યા અને સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા તેણે સાસુની મારી નાખી હતી.