અજિત પવારના ભાજપમાં જોડાવા અંગે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં આઠવલેએ કહ્યું કે તેમને નથી લાગતું કે અજિત પવાર ભાજપમાં જોડાશે
ફાઇલ તસવીર
કેન્દ્રીય પ્રધાન અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા (A)ના વડા રામદાસ આઠવલે (Ramdas Athawale)એ ગુરુવારે કહ્યું કે જો NCP નેતા અજિત પવાર (Ajit Pawar) તેમની પાર્ટીમાં જોડાય તો તેઓ ખુશ થશે. આઠવલેએ એમ પણ કહ્યું હતું કે જો તેમને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનવાની તક મળશે તો તેઓ પવારને તે તક આપશે.
`મને નથી લાગતું કે પવાર ભાજપમાં જોડાશે`
ADVERTISEMENT
અજિત પવારના ભાજપમાં જોડાવા અંગે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં આઠવલેએ કહ્યું કે તેમને નથી લાગતું કે અજિત પવાર ભાજપમાં જોડાશે. ગયા શુક્રવારે, પવારે કેટલાક કાર્યક્રમો રદ કર્યા પછી અને તેમનો ફોન પર સંપર્ક થઈ શક્યો નહીં, રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી હતી કે પવાર ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, આ અંગે સ્પષ્ટતા કરતા અજિત પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં લાંબી મુસાફરી પછી થાકને કારણે ગયા શુક્રવારે તેમણે તેમના કાર્યક્રમો રદ કર્યા હતા.
અજિત પવારે 2019માં ભાજપને સમર્થન આપ્યું હતું
વાસ્તવમાં, મીડિયામાં આ ચર્ચાઓને એવી રીતે હવા મળી નથી. અગાઉ, વર્ષ 2019માં અજિત પવારે આ કર્યું છે. વર્ષ 2019માં વિધાનસભાની ચૂંટણીઓ બાદ, અજિત પવારે ભાજપને સમર્થન આપીને સરકાર બનાવી, મહારાષ્ટ્રમાં સરકારની રચના પર મડાગાંઠના બીજ રોપ્યા હતા. 23 નવેમ્બરે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા હતા, ત્યારે અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. જોકે આ સરકાર માત્ર 80 કલાક જ ચાલી શકી હતી.
`અજિત પવાર અને ફડણવીસ બંને સારા મિત્રો છે`
પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા આઠવલેએ કહ્યું કે “અજિત પવાર એનસીપીના વડા શરદ પવારના ભત્રીજા છે અને શરદ પવારે અજિત પવારને પાર્ટીમાં ઘણા ખાતા અને પદો આપ્યા છે. આવી સ્થિતિમાં મને નથી લાગતું કે અજિત પવાર ભાજપમાં જોડાશે.”
આ પણ વાંચો: ગ્રામપંચાયતથી લઈને મહાનગરપાલિકાઓની વહેલી તકે ચૂંટણી કરો : અજિત પવાર
તેમણે કહ્યું કે મને લાગે છે કે “તે દિવસે અજિત પવારની તબિયત સારી ન હતી, તેથી તેમનો ફોન ઉપલબ્ધ નહોતો.” તેમણે વધુમાં કહ્યું કે “અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ સારા મિત્રો છે અને બંનેએ એક સાથે શપથ લીધા છે. અજિત મારી પાર્ટીમાં જોડાય તો મને ખૂબ જ આનંદ થશે. જો મને મહારાષ્ટ્રમાં સીએમ બનવાની તક મળશે તો હું અજિત પવારને આ તક આપીશ.”