૨૦૨૦માં અમિત શાહની જગ્યાએ જે. પી. નડ્ડાને BJPના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખપદ માટે જે નેતાઓનાં નામ લેવામાં આવતાં હતાં એ તમામ નેતાઓને કેન્દ્રીય પ્રધાનમંડળમાં લેવામાં આવતાં હવે BJPના નવા પ્રમુખ કોણ બનશે એના પર સૌની નજર છે. હાલના પ્રમુખ જે. પી. નડ્ડા છે અને તેમને કેન્દ્રીય પ્રધાનનું સ્થાન મળ્યું છે. તેમની સાથે ઘણા સિનિયર નેતાઓ જેવા કે ભૂપેન્દ્ર યાદવ, શિવરાજ સિંહ ચૌહાણ અને ધર્મેન્દ્ર પ્રધાનને પણ કૅબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે એટલે લાગી રહ્યું છે કે BJPના નવા પ્રમુખ તરીકે કોઈ નવો ચહેરો હશે એ નક્કી છે.
૨૦૨૦માં અમિત શાહની જગ્યાએ જે. પી. નડ્ડાને BJPના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ભૂતકાળમાં BJPના પ્રમુખ હતા એવા નીતિન ગડકરી અને રાજનાથ સિંહ પણ પ્રધાનમંડળમાં છે.
જે. પી. નડ્ડાની BJP પ્રમુખ તરીકેની એક્સ્ટેન્ડ કરવામાં આવેલી ટર્મ આ મહિને પૂરી થાય છે. BJPના પાર્ટી-બંધારણ અનુસાર તેઓ બે હોદ્દા ધરાવી શકે છે, પણ એવી શક્યતા છે કે પાર્ટી કોઈને વર્કિંગ પ્રેસિડન્ટ નિયુક્ત કરશે જે આંતરિક ચૂંટણી બાદ ફુલ ટાઇમ પ્રમુખ બનશે.
ADVERTISEMENT
BJPના નવા પ્રમુખ તરીકે એક મહિલા, અધર બૅકવર્ડ ક્લાસ (OBC) અથવા દક્ષિણ ભારતના રાજ્યમાંથી પણ આવી શકે એવી વિચારણા થઈ રહી છે. આ સિવાય એક શક્યતા એવી પણ છે કે જે. પી. નડ્ડાને જ પ્રમુખપદે રાખીને બીજી કોઈ વ્યક્તિને વર્કિંગ પ્રેસિડન્ટ બનાવવામાં આવે.