કેમ સક્રિય રાજકારણમાં પ્રિયંકા ગાંધીની થઈ એન્ટ્રી, આ છે 5 કારણ
પ્રિયંકાની એન્ટ્રી પાછળ કોંગ્રેસની શું છે રણનીતિ ?
પ્રિયંકા ગાંધી લાંબા સમયથી સક્રિય રાજકારણમાં આવવાની વાત નકારી હતી. હવે તેમની અચાનક એન્ટ્રીને કારણે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. મનાઈ રહ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પ્રિયંકાના નામે રાજનીતિન શરૂ કરી છે. એટલે કે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને ટ્રમ્પ કાર્ડ તરીકે યુઝ કરી રહી છે. ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે આખરે કેમ પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં આવવા તૈયાર થયા
ઈન્દિરા ગાંધીની ઈમેજ
ADVERTISEMENT
પ્રિયંગા ગાંધીની સરખામણી હંમેશા તેમના દાદી અને દેશના પહેલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે થતી રહી છે. પ્રિયંકા ગાંધીનો ફેસ કટ, વાત કરવાની રીત, સાડી પહેરવારની રીત અને હેરસ્ટાઈલ પણ દાદી ઈન્દિરા ગાંધીને મળતું આવે છે. પ્રિયંકા ગાંધી કેટલાક કાર્યક્રમોમાં ઈન્દિરા ગાંધીની સાડીમાં પણ સ્ટેજ પર આવી ચૂક્યા છે. કોંગ્રેસ માને છે કે પ્રિયંકા ગાંધીમાં દેખાતી ઈન્દિરાની આ ઈમેજનો રાજકારણમાં સારો ઉપયોગ શખ્ય છે.
સોનિયા ગાંધીના બદલે લડી શકે છે ચૂંટણી
ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઠ મનાય છે. અહીંથી સોનિયા ગાંધી ચૂંટણી લડતા આવ્યા છે. જો કે હાલમાં તેમનું આરોગ્ય બરાબર નથી રહેતું. ત્યારે કોંગ્રેસ પોતાની પરંપરાગત બેઠક બચાવવા માટે રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવી શકે છે. આમ કરવાથી કોંગ્રેસની બેઠક તો બચશે જ સાથે જ સત્તાના કેન્દ્ર યુપીમાં કોંગ્રેસ મજબૂત બનશે. એટલે જ ખાસ કરીને પ્રિયંકા ગાંધીને પૂર્વાંચલની કમાન સોંપાઈ છે. સક્રિય રાજકારણમાં ન હોવા છતાંય પ્રિયંકા ગાંધી હંમેશા અમેઠી અને રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર કરતા રહ્યા છે.
કાર્યકર્તાઓ અને લોકોમાં લોકપ્રિય
પ્રિયંકા ગાંધી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. કેટલાક નેતાઓ પણ પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં લાવવાની માગ કરતા હતા. અત્યાર સુધી એવું મનાતું હતું કે હાલમાં ગાંધી પરિવારના સભ્યોમાં સૌથી વધુ પ્રિયંકા ગાંધી જ જનતામાં લોકપ્રિય છે. એટલે કોંગ્રેસને હવે પ્રિયંકા ગાંધીની જરૂર વર્તાઈ રહી છે.
મહાગઠબંધનમાંથી બાદબાકી
લોકસભાની ચૂંટણી પહેલા સુધી મહાગઠબંધનને લઈ રાજકીય દાવપેચ રમાઈ રહ્યા છે. હજી કેટલાક દિવસો પહેલા કોંગ્રેસ આ મહાગઠબંધનનો મુખ્ય પાયો હતી, પરંતુ હવે અન્ય પક્ષો કોંગ્રેસને બાજુ પર મૂકીને આગળ વધી રહ્યા છે. તાજેતરમાં જ યુપીમાં સપા-બસપાએ ગઠબંધન કર્યું છે. આ દરમિયાન માયાવતીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તો બિહારમાં પણ કોંગ્રેસ મહાગઠબંધનનો ભાગ નથી. પશ્ચિમ બંગાળમમાં મમતાએ યોજેલી રેલીમાં કોંગ્રેસના નેતાઓ સામેલ તો થયા, પરંતુ કોંગ્રેસનું મહત્વ પહેલા જેવું રહ્યું નથી. એટલે કોંગ્રેસની ચિંતા વધી છે. ત્યારે કોંગ્રેસને તારી શકે તેવા નેતાની પક્ષને જરૂર છે.
આ પણ વાંચોઃ જ્યારે લગ્ન માટે પરિવાર સામે લડ્યા પ્રિયંકા ગાંધી, જાણો કેવી છે અંગત જિંદગી
પડદા પાછળની સક્રિયતા
પ્રિયંકા ગાંધી ભલે અત્યાર સુધી સક્રિય રાજકારણનો ભાગ ન રહ્યા હોય, અને અત્યાર સુધી કોઈ ચૂંટણી ન લડ્યા હોય. પરંતુ પડદા પાછળના રાજકારણમાં તેઓ હંમેશા સક્રિય રહ્યા છે. ભલે કાર્યકર્તાઓ સાથે બેઠક કરવાની હોય, વ્યૂહરચના બનાવવાની હોય કે પ્રચાર કરવાનો હોય પ્રિયંકા દરેકમાં હાજર જ રહ્યા છે. ચૂંટમી લડ્યા વિના પણ કોંગ્રેસની અંદર અને ભારતીય રાજકારણમાં તેમનું સ્થાન કોઈ મહત્વના નેતા કરતા ઓછું નથી.