ફ્લાઇટને UK 1845 નામ આપવામાં આવ્યું
વિસ્તારા ઍરલાઇન્સ
ભારતની રાજધાની દિલ્હીમાં લૅન્ડ થયેલી ભારતીય ક્રિકેટ ટીમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ બપોરે લગભગ બે વાગ્યે દેશની આર્થિક રાજધાની મુંબઈ જવા ઊપડી હતી. દિલ્હીથી મુંબઈ ભારતીય ટીમ જે વિસ્તારા ઍરલાઇન્સના VT-TVG ઍરક્રાફ્ટમાં સફર કરી રહી હતી એની ફ્લાઇટનું નામ UK 1845 આપવામાં આવ્યું હતું. આ ફ્લાઇટ દિલ્હીના વિરાટ કોહલી અને મુંબઈના રોહિત શર્માને ડેડિકેટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટના નામમાં કોહલીનો જર્સી નંબર ૧૮ અને રોહિતનો જર્સી નંબર ૪૫ હતો. આ ફ્લાઇટ જ્યારે ગઈ કાલે સાંજે ૫.૨૮ વાગ્યે મુંબઈમાં લૅન્ડ થઈ ત્યારે ઍરક્રાફ્ટનું વૉટર-કૅનન દ્વારા ઍરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.