કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે જણાવ્યું હતું કે તેઓ બીજેપીને તેમના ગુરુ ગણે છે
નવી દિલ્હીમાં ગઈ કાલે કૉન્ગ્રેસના મુખ્યાલયમાં એક પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધી. તસવીર: પી.ટી.આઇ.
નવી દિલ્હી : કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે જણાવ્યું હતું કે તેઓ બીજેપીને તેમના ગુરુ ગણે છે, કેમ કે બીજેપીએ તેમને એક રોડમૅપ બતાવ્યો છે અને તેમને શીખવ્યું છે કે કઈ બાબત ક્યારેય ના કરવી જોઈએ.
એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે તેઓ (બીજેપી) અમારા પર આક્રમકતાથી હુમલા કરે કે જેને લીધે કૉન્ગ્રેસ પાર્ટીને એની વિચારધારા સારી રીતે સમજવામાં મદદ મળશે. હું તેમને (બીજેપી)ને મારા ગુરુ ગણું છું. શું ન કરવું જોઈએ એ રસ્તા તેઓ મને બતાવી રહ્યા છે અને એની મને ટ્રેનિંગ આપી રહ્યા છે.’
ADVERTISEMENT
ભારત જોડો યાત્રા વિશે તેમણે કહ્યું હતું કે ‘મેં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એક સામાન્ય યાત્રા તરીકે એની શરૂઆત કરી હતી. ધીરે-ધીરે અમે સમજ્યા કે આ યાત્રાને એક અવાજ અને લાગણી છે. ભારત જોડો યાત્રાના દરવાજા તમામ માટે ખુલ્લા છે.’
બીજેપીના રોડ-શોમાં કોવિડ પ્રોટોકોલનો ભંગ નથી થતો?
તાજેતરમાં સિક્યૉરિટી એજન્સીઓએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમ્યાન અવારનવાર સિક્યૉરિટી પ્રોટોકોલનો ભંગ કર્યો હતો. જેને વિશે રાહુલે કહ્યું હતું કે ‘ગૃહ મંત્રાલય કહે છે કે તમે બુલેટપ્રૂફ વેહિકલ્સમાં જાઓ. હું એમ કેવી રીતે કરી શકું? મારે આ યાત્રા માટે પગપાળા ચાલવાનું છે. બીજેપીના રોડ-શોઝમાં કોવિડ પ્રોટોકોલનો ભંગ નથી થતો?’