Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એમ્બ્યુલન્સ સીધી હૉસ્પિટલમાં કેમ ન લઈ ગયા? સુપ્રીમ કોર્ટનો UP સરકારને સણસણતો સવાલ

એમ્બ્યુલન્સ સીધી હૉસ્પિટલમાં કેમ ન લઈ ગયા? સુપ્રીમ કોર્ટનો UP સરકારને સણસણતો સવાલ

Published : 28 April, 2023 05:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુપ્રીમ કોર્ટે યુપી સરકારને એ પણ પૂછ્યું કે વિકાસ દુબે એન્કાઉન્ટર પછી પોલીસની કામગીરી અંગે જસ્ટિસ બીએસ ચૌહાણના રિપોર્ટ પર શું કાર્યવાહી કરવામાં આવી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


સુપ્રીમ કોર્ટે (Supreme Court) યુપી સરકાર પાસેથી અતીક અહેમદ (Atiq Ahmad) અને અશરફ (Ashraf Ahmad)ની હત્યાની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે હત્યા પહેલા થયેલા અસદ એન્કાઉન્ટર પર એફિડેવિટ માગી છે. કોર્ટે યુપી સરકારને એ પણ પૂછ્યું કે વિકાસ દુબે એન્કાઉન્ટર પછી પોલીસની કામગીરી અંગે જસ્ટિસ બીએસ ચૌહાણના રિપોર્ટ પર શું કાર્યવાહી કરવામાં આવી છે.


સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે ટિપ્પણી કરી કહ્યું કે, “અમે આ ઘટના ટીવી પર જોઈ છે. બંનેને એમ્બ્યુલન્સમાં સીધા હૉસ્પિટલ કેમ ન લઈ જવાયા. તેમની પરેડ શા માટે કરાવવામાં આવી હતી? સુપ્રીમ કોર્ટે ત્રણ સપ્તાહમાં આ મામલે સુનાવણી કરવાનું કહ્યું છે. જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠ સુનાવણી કરશે.



યુપી સરકાર વતી મુકુલ રોહતગી હાજર રહ્યા


ઉત્તરપ્રદેશ સરકાર વતી મુકુલ રોહતગીએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. રોહતગીએ કહ્યું કે, “અમે તપાસ માટે બે પૂર્વ મુખ્ય ન્યાયાધીશોનું કમિશન બનાવ્યું છે. યુપી સરકારે આ મામલે ઝડપથી કામ કર્યું છે.”

PIL પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી


પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસની માગણી કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પીઆઈએલમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ તપાસની માગ કરવામાં આવી છે. બીજી તરફ એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ઉત્તર પ્રદેશમાં 2017થી અત્યાર સુધીના 183 એન્કાઉન્ટરોની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળની નિષ્ણાત સમિતિ દ્વારા કરાવવાની માગ કરી છે.

આ પણ વાંચો: સિસોદિયાને ઝટકો, આબકારી નીતિ મામલે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં ન મળ્યા જામીન

ઉલ્લેખનીય છે કે માફિયા અતીક અહેમદ અને અશરફ અહેમદની 16 એપ્રિલે પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પ્રયાગરાજ મેડિકલ કૉલેજ પાસે બની હતી. બંનેને 10થી વધુ ગોળી વાગી હતી. આ કેસમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. આ પહેલાં 14 એપ્રિલે યુપી એસટીએફની ટીમે અતીક અહેમદના પુત્ર અસદને એન્કાઉન્ટરમાં માર્યો હતો. ઝાંસીમાં અસદ સાથે એન્કાઉન્ટરમાં શૂટર ગુલામ પણ માર્યો ગયો હતો, જ્યારે આ વાતની ખબર કોર્ટમાં હાજર અતીકને પડી ત્યારે તે રડવા લાગ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2023 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK