૧૯૮૬ના ડિસેમ્બર મહિનામાં રાજીવ ગાંધી સપરિવાર કાશ્મીર ગયેલા એ વખતની આ તસવીર છે.
૧૯૮૬ના ડિસેમ્બર મહિનામાં રાજીવ ગાંધી સપરિવાર કાશ્મીર ગયેલા એ વખતની તસવીર
જમ્મુ-કાશ્મીરમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે રાહુલ ગાંધી અને નૅશનલ કૉન્ફરન્સ અલાયન્સના નેતા ફારુક અબદુલ્લા સાથે મળીને લડવાના છે એની જાહેરાત કરવા માટે બે દિવસ પહેલાં રાહુલ ગાંધી કાશ્મીર ગયા હતા. જ્યારે રાહુલ કાશ્મીર પહોંચવાના હતા એ દિવસે ફારુકની દીકરી સાફિયા અબદુલ્લા ખાને એક નૉસ્ટૅલ્જિક ફોટો શૅર કર્યો હતો, જેમાં ફારુક અબદુલ્લા અને રાજીવ ગાંધી બન્ને નેતાઓનો આખો પરિવાર છે. એમાં રાહુલ ગાંધી એકદમ ટીનેજમાં છે. ૧૯૮૬ના ડિસેમ્બર મહિનામાં રાજીવ ગાંધી સપરિવાર કાશ્મીર ગયેલા એ વખતની આ તસવીર છે.

