ડૉક્ટરોએ રોષ વ્યક્ત કરતાં અશ્વિની વૈષ્ણવે પોસ્ટ હટાવી દીધી હતી.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આમ્રપાલી એક્સપ્રેસમાં પ્રવાસ કરતા ૭૦ વર્ષના એક પ્રવાસીને હાર્ટ-અટૅક આવતાં ટિકિટચેકરે તેને CPR (કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન) આપ્યું હતું. આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટિકિટચેકરનાં વખાણ કરતી એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકી હતી, પણ અનેક ડૉક્ટરોએ આ મુદ્દે રોષ વ્યક્ત કરતાં તેમણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે ‘એવા લોકોને CPR આપવામાં આવવું જોઈએ જે બેહોશ છે અને શ્વાસ લઈ રહ્યા નથી. અશ્વિની વૈષ્ણવે જે પોસ્ટ મૂકી છે એમાં પ્રવાસી બેહોશ નથી અને ટિકિટચેકર સાથે વાતચીત કરે છે એટલે આમ કરવું જોઈએ નહીં. વળી જે રીતે ટિકિટચેકર તે વૃદ્ધ માણસની છાતીમાં મસાજ કરે છે એ રીત પણ અયોગ્ય છે. એનાથી તે પ્રવાસીની તકલીફ વધી જવાની આશંકા છે.’ ડૉક્ટરોએ રોષ વ્યક્ત કરતાં અશ્વિની વૈષ્ણવે પોસ્ટ હટાવી દીધી હતી.