રાજસ્થાનના સિકર જિલ્લામાં ફતેહપુરમાં માઇનસ ૪.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું
Weather Update
પશ્ચિમ બંગાળના નાદિયામાં ગઈ કાલે ગાઢ ધુમ્મસ વચ્ચે પોતાની સાઇકલ લઈને રેલવે ટ્રૅક ક્રૉસ કરી રહેલો માણસ.
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : દેશના ઉત્તર અને પૂર્વોત્તર ભાગમાં ગઈ કાલે અત્યંત ઠંડા પવનનું મોજું ફરી વળ્યું હતું. એને કારણે અનેક વિસ્તારોમાં મિનિમમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. રાજસ્થાનના સિકર જિલ્લામાં ફતેહપુરમાં માઇનસ ૪.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું મિનિમમ તાપમાન છે. પંજાબના ફરીદકોટમાં માઇનસ એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. હવામાન વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગઈ કાલે અત્યંત ઠંડી પડી હતી. રાજસ્થાનના અનેક ભાગોમાં મિનિમમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં મિનિમમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.