દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના
Weather Updates
ફાઇલ તસવીર
દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતમાં આજે સવારે ફરી એકવાર ઠંડીએ દસ્તક આપી છે. છેલ્લા થોડાક દિવસથી તડકો હોવાથી લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ હવે ફરી ઠંડી વધી છે. સાથે જ હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ, દિલ્હીમાં ફરી એકવાર વરસાદની સંભાવના છે. જેને લીધે ઠંડીનો પારો વધશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ૨૯ અને ૩૦ જાન્યુઆરીએ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. જેને કારણે ઉત્તર ભારતમાં ફરી ઠંડીનો પ્રકોપ જોવા મળશે. આ ઉપરાંત દિલ્હીમાં પણ આ બે દિવસ હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો - મુંબઈનો સૌથી ઠંડોગાર દિવસ બન્યો રવિવાર
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીનું મહત્તમ તાપમાન ૧૭.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે ઋતુની સરેરાશ કરતાં પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારે છે. તેમજ, દિલ્હીમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન ૧૨.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ મહિનામાં સૌથી વધુ હતું.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીમાં એકંદરે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૨૯૭ નોંધાયો હતો. જ્યારે AQI ૦ અને ૫૦ની વચ્ચે હોય ત્યારે તેને સારો, ૫૧થી ૧૦૦ની વચ્ચે સંતોષકારક, ૧૦૧ થી ૨૦૦ વચ્ચે મધ્યમ, જ્યારે ૨૦૧ અને 300 વચ્ચે નબળો અને ૩૦૧ થી ૪૦૦ વચ્ચે ખૂબ જ નબળો માનવામાં આવે છે.
આ પણ વાંચો - સ્વેટર કાઢ્યાં, હવે છત્રી કાઢો
સ્કાયમેટ વેધર સર્વિસના મહેશ પલવતે કહ્યું કે આગામી બે દિવસમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ શીત લહેર યથાવત છે. આ વિસ્તારમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હવામાનની આગાહી મુજબ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.