કોરોનાના બદલાતા વેરિઅન્ટ્સ પર સરકારની સતત નજર છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે સંસદને જણાવ્યું હતું કે ઍરપોર્ટ્સ પર આવતા તમામ ઇન્ટરનૅશનલ પૅસેન્જર્સમાંથી બે ટકાના કોરોનાની રૅન્ડમ ટેસ્ટ્સ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આરોગ્ય પ્રધાનના સંબોધનની પાંચ મુખ્ય વાત પર એક નજર કરીએ...
૧. આગામી સમયમાં ફેસ્ટિવ સીઝનને જોતાં રાજ્યોએ અલર્ટ રહેવા તેમ જ માસ્ક્સ અને સૅનિટાઇઝર્સના ઉપયોગ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
૨. માંડવિયાએ કહ્યું હતું કે રાજ્યોને દરેક કોવિડ કેસનું જીનોમ સીક્વન્સિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેનાથી નવા વેરિઅન્ટ્સને ટ્રૅક કરી શકાશે.
૩. કોરોના વાઇરસની પ્રકૃતિ સતત બદલાઈ રહી છે, જેનાથી વૈશ્વિક આરોગ્યને સતત ખતરો છે. કોરોનાના બદલાતા વેરિઅન્ટ્સ પર સરકારની સતત નજર છે.
૪. છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ ભારતમાં કેસ ઘટી રહ્યા છે. ચીનમાં કોરોનાના કેસ અને એના લીધે મોતનું પ્રમાણ વધી રહ્યું છે.
૫. ભારતમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રસીકરણનો રેકૉર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી દેશમાં બે અબજથી વધારે ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ૨૭ ટકા લોકોને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી ચૂક્યો છે.