રાહુલે ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘એ દિગ્વિજયના અંગત અભિપ્રાયો છે. ખૂબ જ સ્પષ્ટ બાબત છે કે અમે એની સાથે સંમત નથી
રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ આતંકવાદીઓની વિરુદ્ધ ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસ દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક બાબતે દિગ્વિજય સિંહના વિવાદાસ્પદ નિવેદન બાદ ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ડૅમેજ કન્ટ્રોલની કોશિશ કરી હતી. રાહુલે ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘એ દિગ્વિજયના અંગત અભિપ્રાયો છે. ખૂબ જ સ્પષ્ટ બાબત છે કે અમે એની સાથે સંમત નથી. તેમણે (આર્મ્ડ ફોર્સિસ) કોઈ પુરાવા આપવાની જરૂર નથી. અમે આપણા આર્મ્ડ ફોર્સિસ પર વિશ્વાસ કરીએ છીએ. તેઓ તેમનું કામ અસાધારણ રીતે કરે છે.’ સોમવારે દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ‘તેઓ સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરે છે. તેમણે અનેક લોકોને મારી નાખવાનો દાવો કર્યો છે, પરંતુ કોઈ પુરાવો આપવામાં આવ્યો નથી.’