મંગળવારે એક કાર ઈન્ડિગો પ્લેન નીચે આવી ગઈ હતી. જોકે, આ દરમિયાન કાર પ્લેનના પૈડાં સાથે અથડાવાથી માંડ માંડ બચી હતી અને સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી એરપોર્ટ પર બેદરકારીનો એક મામલો સામે આવ્યો છે. અહીં મંગળવારે એક કાર ઈન્ડિગો પ્લેન નીચે આવી ગઈ હતી. જોકે, આ દરમિયાન કાર પ્લેનના પૈડાં સાથે અથડાવાથી માંડ માંડ બચી હતી અને સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
કહેવામાં આવી રહ્યું છે આ કાર GO First એરલાઈનની હતી. આ ઘટના એરપોર્ટના T2 ટર્મિનલના સ્ટેન્ડ નંબર 201 પર બની હતી. જ્યાં ગો ફર્સ્ટની એરલાઈનની કાર Indigo flight નીચે આવી ગઈ હતી. DGCA આ મામલે તપાસ કરશે.
ADVERTISEMENT
#WATCH | A Go Ground Maruti vehicle stopped under the nose area of the Indigo aircraft VT-ITJ that was parked at Terminal T-2 IGI airport, Delhi. It was an Indigo flight 6E-2022 (Delhi–Patna) pic.twitter.com/dxhFWwb5MK
— ANI (@ANI) August 2, 2022
જ્યારો બીજી બાજુ કાર ડ્રાઈવરનું બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરવામાં આવ્યો, જેથી જાણી શકાય કે તેણે આલ્કોહોલનું સેવન કર્યુ હતું કે નહી. જો કે, ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ માનવને હાની પહોંચી નથી, અને ના પ્લેનને કોઈ નુકસાન થયું છે. મંગળવારે સવારે ઈન્ડિગો ફ્લાઈટ પટના માટે ટેક ઑફ થવાની હતી. આ દરમિયાન એર કાર તેની નીચે આવી જતા ઘટના ઘટી હતી. જો કે, કાર પ્લેનના પૈડાં સાથે અથડાતાં અથડતાં બચી ગઈ હતી. બાદમાં પ્લેન પટના માટે ટેક ઑફ થયું હતું.