વૃંદાવનની વિધવાઓએ યમુના ઘાટ પર દિવાળી પ્રગટાવી, અજય રાવતે પુષ્કર ફેર રેતી કલાનું અનાવરણ કર્યું અને ચીનમાં એક મહિલાને દુર્લભ શોક સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું.
લાઇફ મસાલા
વૃંદાવનમાં યમુના નદીના કેસી ઘાટ પર વિધવા મહિલાઓએ રંગોળી બનાવીને અને દીવડાઓ પ્રગટાવીને દિવાળી ઊજવી હતી.
ગઈ કાલે વૃંદાવનમાં યમુના નદીના કેસી ઘાટ પર પતિ ગુમાવી ચૂકેલી મહિલાઓએ રંગોળી બનાવીને અને દીવડાઓ પ્રગટાવીને દિવાળી ઊજવી હતી.
આવી રહ્યો છે પુષ્કર મેળો
ADVERTISEMENT
રાજસ્થાનના પુષ્કરમાં ૯ નવેમ્બરથી શરૂ થનારા પુષ્કર કૅમલ ફેર એટલે કે પુષ્કર મેળાના પ્રારંભ પૂર્વે સૅન્ડ-આર્ટિસ્ટ અજય રાવતે એને લગતું અફલાતૂન રેતશિલ્પ બનાવ્યું છે. પુષ્કર મેળો ૧૫ નવેમ્બર સુધી ચાલશે.
ચીનમાં લી નામની મહિલાને તેના સુપરવાઇઝરે એટલી ખખડાવી કે તે આઘાતમાં સરી પડી. ઑફિસથી ઘરે આવ્યા પછી તે શૉકને કારણે એટલી સ્ટિફ થઈ ગઈ હતી કે એક જગ્યાએથી ન હલતી હતી અને ન ચાલતી હતી. તેણે ખાવા-પીવાનું કે બાથરૂમ-બ્રેક લેવાનું પણ બંધ કરી દીધું. ડૉક્ટરે નિદાન કર્યું કે તેને ડિપ્રેશનને કારણે સ્ટિફ વુડન ફિગર સિન્ડ્રૉમ થયો છે.