આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં BJP પ્રણીત નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ને ઝારખંડમાં ૧૪માંથી નવ બેઠક પર વિજય મળ્યો હતો.
રાજીવ કુમાર (ચીફ ઈલેક્શન કમિશનર)
ઝારખંડની ૮૧ વિધાનસભા બેઠકો પૈકી પહેલા તબક્કામાં ૧૩ નવેમ્બરે ૪૩ બેઠક પર અને બીજા તબક્કામાં ૨૦ નવેમ્બરે ૩૮ બેઠક પર મતદાન થશે અને ૨૩ નવેમ્બરે રિઝલ્ટ જાહેર થશે. ૨૦૧૯માં ઝારખંડમાં પાંચ તબક્કામાં મતદાન કરવામાં આવ્યું હતું. ઝારખંડમાં બહુમતી મેળવવા માટે ૮૧ પૈકી ૪૧ બેઠક જીતવી જરૂરી છે. રાજ્યમાં ૨.૬ કરોડ મતદારો છે. હાલ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ની સરકાર છે જેને કૉન્ગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)નો ટેકો છે. મુખ્ય પ્રધાન હેમંત સોરેનની આગેવાનીમાં JMM ફરી સત્તામાં આવવાની આશા રાખી રહ્યું છે.
૨૦૧૯માં JMMએ ૪૩ બેઠક પર ચૂંટણી લડીને ૩૦ બેઠક પર વિજય મેળવ્યો હતો. કૉન્ગ્રેસે ૩૧ બેઠક પર લડીને ૧૬ પર વિજય મેળવ્યો હતો. RJDએ સાત બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા, પણ એક જ બેઠક મળી હતી.
ADVERTISEMENT
૨૦૧૯ સુધી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) આ વખતે સુદેશ મહતોની ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન, જનતા દળ યુનાઇટેડ (JDU), ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP) અને જિતનરામ માંઝીની હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર) (HAM(S)) સાથે ચૂંટણીના મેદાનમાં છે. આ પેકી LJP અને HAM(S) આ વખતે BJP સાથે ચૂંટણીના મેદાનમાં પહેલી વાર ઊતરશે. BJPને ૨૦૧૯માં પચીસ અને ૨૦૧૪માં ૩૭ બેઠક પર જીત મળી હતી. આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં BJP પ્રણીત નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ને ઝારખંડમાં ૧૪માંથી નવ બેઠક પર વિજય મળ્યો હતો.