એથી ફ્લાઇટની અને પૅસેન્જર્સના લગેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વિસ્તારા ઍરલાઇન્સની ગઈ કાલે તિરુવનંતપુરમથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકી મળી હતી. એથી ફ્લાઇટની અને પૅસેન્જર્સના લગેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. ફ્લાઇટના ક્રૂ-મેમ્બરને પ્લેનમાં એક ચિઠ્ઠી મળી હતી જેમાં લખેલું હતું કે ફ્લાઇટમાં બૉમ્બ મુકાયો છે. એથી એની જાણ પાઇલટને કરવામાં આવતાં ગ્રાઉન્ડ સ્ટાફને અને પોલીસને આની જાણ કરવામાં આવી હતી. બપોરે ૩.૧૫ વાગ્યે ફ્લાઇટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થઈ હતી. એ પછી પૅસેન્જરોને એ વિશે જાણ કરવામાં આવી હતી. તેમની અને તેમના સામાન સહિત ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી, પણ કશું શંકાસ્પદ મળ્યું નહોતું.