Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યુવક-યુવતીનો સ્કૂટી પર અશ્લીલ વીડિયો વાયરલ, પોલીસે કરી ધરપકડ

યુવક-યુવતીનો સ્કૂટી પર અશ્લીલ વીડિયો વાયરલ, પોલીસે કરી ધરપકડ

Published : 18 January, 2023 07:17 PM | Modified : 18 January, 2023 07:46 PM | IST | Lucknow
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વીડિયોમાં તે કથિત રીતે યુપી (Uttar Pradesh)ની રાજધાનીના એક વ્યસ્ત રોડ પર એક યુવતી સાથે જોવા મળ્યો હતો. મંગળવારે સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લખનૌ (Lucknow)પોલીસે શહેરના હઝરતગંજ વિસ્તારમાં વાયરલ વીડિયો (Viral Video)માં જોવા મળતા યુવકની અટકાયત કરી છે. વીડિયોમાં તે કથિત રીતે યુપી (Uttar Pradesh)ની રાજધાનીના એક વ્યસ્ત રોડ પર એક યુવતી સાથે જોવા મળ્યો હતો. મંગળવારે સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યો હતો, જેમાં કપલ અશ્લીલ હરકતો કરતા હતાં. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે આ યુવકને કસ્ટડીમાં લીધો હતો. વીડિયોમાં તેની સાથે દેખાતી યુવતી સગીર છે.


એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (એડીસીપી) સેન્ટ્રલ લખનૌ રાજેશ શ્રીવાસ્તવે બુધવારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, "ગઈકાલે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં હઝરતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પુરુષ અને એક સગીર છોકરી સ્કૂટર પર વાંધાજનક રીતે બેઠેલા જોવા મળ્યા હતા."



આ પણ વાંચો: ટ‍્વિન્સ બહેનો સ્વભાવે અલગ, પણ ભાવિનો નિર્ણય એક, દીક્ષા લેવાનો


તેમણે વધુમાંકહ્યું કે, "આ મામલે આઈપીસીની કલમ 294, 279 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સ્કૂટર ચલાવનાર 23 વર્ષીય વિકી શર્માની અટકાયત કરવામાં આવી છે અને તેનું વાહન જપ્ત કરવામાં આવ્યું છે." પોલીસના જણાવ્યા અનુસાર, એક કેસ જાહેર સ્થળે અશ્લીલતા ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી યુવક ગ્રામ્ય વાતાવરણમાંથી આવ્યો હોવાનું કહેવાય છે જ્યારે તેની સાથેની યુવતી સગીર છે.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2023 07:46 PM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK