Viral Video: આ ઘટના લગભગ બે મહિના જૂઈ, જેમાં સ્થાનિક વેપારી યુવકે વિદેશી મહિલા પર્યટકોની રીલ બનાવીને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇનસ્ટાગ્રામ પર અપલોડ કરી હતી.
વાયરલ વીડિયોનો સ્ક્રીન શૉટ
રાજસ્થાનના જયપુરમાં આવેલા ઐતિહાસિક આમેર કિલ્લાના પરિસરમાં એક યુવાને વિદેશી મહિલા પર્યટકો સાથે અભદ્ર વર્તન કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો હવે (Viral Video) સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં દેખાતો આરોપી યુવાન વિદેશી મહિલાઓની બોલી લગાવીને તેમની માટે અપમાનજનક વાતો કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. તેમ જ વીડિયોમાં આગળ તે વિદેશી પર્યટક મહિલાઓના ભાવ (રેટ) કહીને તેમને અભદ્ર વાતો કહેતો પણ સંભળાઇ રહ્યો છે.
વિદેશથી જયપુર ફરવા માટે આવેલી આ મહિલા પર્યટકો સાથે બનેલી ઘટનાને જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ ગુસ્સો વ્યકત કરતાં જયપુર પોલીસને (Viral Video) ટૅગ કરીને આરોપી સામે કડડ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ ઘટના જયપુર પોલીસના ધ્યાનમાં આવ્યા પછી પોલીસે આરોપી યુવાન વિરુદ્ધ આઇપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી. જયપુર પોલીસના ઑફિશિયલ X (પૂર્વે) ટ્વિટર હેન્ડલ પર જણાવાયું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ રીલ વીડિયો સંબંધિત પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવામાં આવશે તે માટે તેની સામે એફઆઇઆર પણ નોંધવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસે વીડિયોમાં વિદેશી પર્યટક મહિલાઓની બોલી લગાવનાર આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 354, 505(2), માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની ધારા 66D અને રાજસ્થાન પર્યટન વેપાર અધિનિયમની કલમ 13(1) અને 13(2) હેઠળ એફઆઇઆર નોંધી છે. આ મામલે વધુ તપાસ કરતાં સામે આવ્યું કે આ આરોપીએ અનેક વિદેશી પર્યટકોને બળજબરીપૂર્વક પોતાની દુકાનોમાંથી ખરીદી કરવા તેમની સામે દાદાગીરી કરી તેમને મજબૂર પણ કરતો હતો.
@PoliceRajasthan और @RSCellRaj मामले को शीघ्र संज्ञान में लें और अभियुक्त की पहचान कर सख्त से सख्त कार्रवाई करें।@arvindchotia https://t.co/liGqzgD7CY
— Diya Kumari (@KumariDiya) June 23, 2024
આમેર પોલીસ સ્ટેશનના અધિકારી અંતિમ શર્માએ જણાવ્યું કે “આ ઘટના લગભગ બે મહિના જૂઈ, જેમાં સ્થાનિક વેપારી યુવકે વિદેશી મહિલા પર્યટકોની રીલ બનાવીને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇનસ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. આ મામલે તપાસ કરી પોલીસ દ્વારા વીડિયોમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી તેમની બોલી લગાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને આમેર પોલીસ સ્ટેશનની ઇન્ચાર્જે પણ જણાવ્યું કે વીડિયોમાં દેખાતા આ આરોપીનું નામ વિનોદ મીના છે અને તે મૂળ જયપુરના જામવારમગઢનો રહેવાસી છે. આરોપીની આમેર કિલ્લાના પરિસરમાં એક દુકાન છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ આ મામલે ગુસ્સો વ્યકત કર્યો હતો અને વિદેશી પર્યટક મહિલાઓની હેરાનગતિ લીધે જયપુર પોલીસને ટૅગ કરીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. તે પછી, પોલીસે વિવિધ ધારાઓ હેઠળ કેસ નોંધ્યો અને આરોપીની ધરપકડ કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.