Viral Video: આ વીડિયોને લઈને એક સ્થાનિક હિન્દુ જૂથે દાવો કર્યો છે કે આ યુવકો ત્યાં ધાર્મિક વિધિ કરી રહ્યા હતા.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ અને તાજ મહેલની ફાઇલ તસવીર (સૌજન્ય સોશિયલ મીડિયા)
દુનિયાના આઠમા અજાયબીઓમાંથી એક ભારતમાં આવેલા તાજ મહેલને લઈને પણ દેશમાં વિવાદ વધી રહ્યો છે. અનેક હિન્દુ સંગઠનોએ દાવો કર્યો છે કે તાજ મહેલ (Viral Video) એક મંદિરને તોડીને બંધવામાં આવ્યું છે. તેમ જ અનેક વખત ત્યાં સર્વે કરવાની માગણી પણ હાથ ધરવામાં આવી હતી. જો કે શનિવારે તાજ મહેલમાં એવી ઘટના બની છે જેને લઈને હવે ફરી એક વખત આ વિવાદ વકરવાની શક્યતા જણાઈ રહી છે. શનિવારે તાજ મહેલ પર બે યુવકે બોટલ વડે પાણી રેડ્યું હતું. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
તાજ મહેલ પર પાણી રેડનાર બે યુવકની પોલીસે ધરપકડ કરી હતી, પણ હવે આ ઘટનાએ વિવાદને વેગ આપ્યો છે. આ વીડિયોને લઈને એક સ્થાનિક હિન્દુ જૂથે (Viral Video) દાવો કર્યો છે કે આ યુવકો ત્યાં ધાર્મિક વિધિ કરી રહ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે આ મામલે જણાવ્યું કે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના કર્મચારીઓની ફરિયાદને પગલે તાજ મહેલ પર પાણી ચડાવનાર બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તાજ મહેલમાં પ્રવાસી બનીને આવેલા આ યુવકો ત્યાં પાણી રેડતા જોવા મળ્યા હતા, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેમની સામે હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો જેમ ક અવજ્ઞા, પૂજા સ્થળને અપવિત્ર કરવું અને ધાર્મિક લાગણીઓને ભડકાવવાનો પ્રયત્ન કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
View this post on Instagram
"આજે 3ત્રીજી ઑગસ્ટ 2024ના રોજ, તાજ મહેલની સુરક્ષાનું ધ્યાન રાખતા CISFએ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી કે તાજ મહેલ ફરવા માટે આવેલા બે યુવકો તાજમહેલ પરિસરમાં (Viral Video) પાણીની બોટલમાંથી પાણી ફેંકી રહ્યા છે અને તે માહિતી પર, CISF દ્વારા આ બંને યુવકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને આ બાબતે CISFના જવાનોએ લેખિત ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં આપી હતી જેને લીધે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના બાબતે અખિલ ભારત હિંદુ મહાસભા (ABHM) એ દાવો કર્યો છે કે વિનેશ ચૌધરી અને શ્યામ તરીકે ઓળખાતા આ આરોપી યુવકો ABHM ના સભ્યો છે અને તેમણે તાજ મહેલ પર `ગંગાજલ` અર્પણ કર્યું છે, જેઓ તાજ મહેલને હિન્દુ મંદિર (Viral Video) માનતા હતા. એબીએચએમના પ્રવક્તા સંજય જાટે તેમના આ વર્તન પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું કે જૂથ આવું કાર્ય આગળ પણ શરૂ જ રાખશે. આ ઘટના તાજ મહેલમાં ગંગાજળ અર્પણ કરવાના અન્ય જૂથના સભ્ય દ્વારા તાજેતરમાં કરાયેલા પ્રયાસને પગલે બની હતી, જેને પોલીસે નિષ્ફળ બનાવી હતી. શનિવારની ઘટનાનો એક વીડિયો, જેમાં સ્મારકના તાળાબંધ ભોંયરામાં પાણી રેડવામાં આવી રહ્યું છે, જ્યાં મુઘલ સમ્રાટ શાહજહાં અને તેની પત્ની મુમતાઝ મહેલની સમાધિ છે, તે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.