પ્રયાગરાજમાં VHPની કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક યોજાઈ
પ્રયાગરાજમાં શુક્રવારે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક આયોજિત કરવામાં આવી હતી.
પ્રયાગરાજમાં શુક્રવારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠકમાં સમાજ સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. મંદિરોને સરકારની પકડમાંથી મુક્ત કરાવીને ભક્તોના હાથમાં સોંપવા બાબતે સંતોએ ચર્ચા કરી હતી. આ સિવાય હિન્દુ પરિવારોમાં બાળકોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે. આથી દરેક હિન્દુ પરિવારમાં ઓછાંમાં ઓછાં ત્રણ બાળકો હોવાં જોઈએ એના પર વધુ એક વાર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વિશે હિન્દુઓમાં જનજાગૃતિ લાવવામાં આવશે.