લીલા શાકભાજી અને ફળો(vegetable prices)ના ભાવમાં વધારો થતો હોય છે, પરંતુ આ વખતે ભાવ અગાઉના વર્ષોની સરખામણીએ વધુ ઝડપથી વધી રહ્યાં છે. ટામેટા બાદ હવે બટાટા અને ડુંગળીના ભાવ પણ વધવાના શક્યતા છે.
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં લીલા શાકભાજી અને ફળો(vegetable prices)ના ભાવમાં વધારો થતો હોય છે, પરંતુ આ વખતે ભાવ અગાઉના વર્ષોની સરખામણીએ વધુ ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે. શાકભાજીના ભાવ રોકેટની ઝડપે ચાલી રહ્યા છે. ટામેટાના ભાવ 150 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. સાથે જ મરચાના ભાવે પણ લોકોને રડાવી દીધા છે. આદુ-લીલા મરચાનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. રાજધાનીમાં લીલા મરચાની કિંમત 100 રૂપિયા છે, જ્યારે કોલકાતામાં તેની કિંમત 350-400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. સાથે જ આદુ પણ 350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. આ દરમિયાન, સરકારે કહ્યું છે કે ભાવ વધારો કામચલાઉ છે. આગામી 15 થી 30 દિવસમાં ભાવ ઘટશે. જ્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ભાવ ટૂંક સમયમાં ઘટે તેવી શક્યતા નથી. આગામી દિવસોમાં બટાટા અને ડુંગળીના(vegetable prices)ભાવ પણ આસમાને પહોંચી શકે છે.
પાકને નુકસાન
ADVERTISEMENT
મેના છેલ્લા સપ્તાહમાં અને જૂનના પ્રથમ સપ્તાહમાં દેશના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં વિલંબ અને ગરમ પવનની અસરને કારણે લગભગ તમામ આવશ્યક શાકભાજીના ભાવ(vegetable prices)માં વધારો થયો છે. જેમાં ટામેટા (Tomato)ના ભાવ સૌથી વધુ વધી રહ્યા છે. જુલાઈના મધ્યથી અંત સુધી દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. પરંતુ હાલમાં વધુ વરસાદની ચિંતા છે, જેના કારણે દૂરના વિસ્તારોમાંથી માલસામાનની અવરજવર પર અસર પડી શકે છે. દિલ્હીની આઝાદપુર મંડીમાં 2 જૂનથી 3 જુલાઈ વચ્ચે ટામેટાના ભાવ 451 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 6,381 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન ટામેટાંની આવકમાં 40 ટકાનો ઘટાડો થયો છે. ટામેટા ઉગાડતા કેટલાક મુખ્ય પ્રદેશોમાં ટામેટાનો પાક નિષ્ફળ જવાને કારણે પુરવઠો ઓછો થયો છે.
માર્ચ-એપ્રિલમાં કરા પડતાં પાકને નુકસાન થયું હતું. આ પછી, કર્ણાટકમાં ટામેટાના પાક પર જીવાતોનો હુમલો થયો. ટામેટા(Tomato) ટૂંકા સમયગાળાનો પાક છે. વિવિધ વિસ્તારોમાં વર્ષમાં ઘણી વખત ઉગાડવામાં આવે છે. કર્ણાટક તેનું મુખ્ય ઉત્પાદક છે. તે પછી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ગુજરાત આવે છે. દેશના કુલ વાર્ષિક ટામેટા ઉત્પાદનમાં આ 4 રાજ્યોનો હિસ્સો લગભગ 48 ટકા છે.
વીસ દિવસમાં ગણિત બગડ્યું
આ વખતે સામાન્ય માણસ બજારમાં ટીંડા અને ભીંડી ખાવાની સ્થિતિમાં પણ નથી. બજારમાં ટીંડા 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે જ્યારે ભીંડા 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. બજારમાં કોબીજ 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ગુવારની શીંગોની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો છે. રીંગણની કિંમત 70 રૂપિયા પ્રતિ કિલો છે. અરબી 70 રૂપિયા પ્રતિ કિલોથી વધુ ભાવે વેચાઈ રહી છે. 20 દિવસ પહેલા બજારમાં શાકભાજીના ભાવ(vegetable prices)બરાબર ચાલી રહ્યા હતા. અચાનક કમોસમી વરસાદને કારણે ખેતરોમાં જ શાકભાજીના પાકને નુકસાન થયું હતું.
શાકભાજીના વધેલા ભાવ અંગે કેન્દ્ર સરકાર શું કહે છે?
કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે રવિવારે કહ્યું કે ટામેટા એકમાત્ર એવી વસ્તુ છે જેની કિંમત સપ્તાહ દરમિયાન વધી છે. આપણે સૌ જાણીએ છીએ કે કમોસમી વરસાદને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે. ગોયલના કહેવા પ્રમાણે, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની સાથે અન્ય કેટલીક જગ્યાએથી ટામેટાં આવવાનું શરૂ થતાં જ ભાવ નીચે આવી જશે. કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો કે જો આપણે ગયા વર્ષની કિંમતો સાથે સરખામણી કરીએ તો બહુ ફરક નથી. બટાટા અને ડુંગળીના ભાવ નિયંત્રણમાં છે.

