મોદી સામે વારાણસીથી લડશે પ્રિયંકા ગાંધી ? કોંગ્રેસમાં ઉઠી માગ
વારાણસીથી લડશે પ્રિયંકા ગાંધી ?
કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વાંચલના પ્રભારી પ્રિયંકા ગાંધીને વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવાની માગ પક્ષમાં જ ઉઠી છે. વારાણસી જિલ્લા કોંગ્રેસે આ માગ કરી છે. આ મામલે જિલ્લા કોંગ્રેસે પ્રસ્તાવ પસાર કરીને હાઈકમાન્ડને મોકલી આપ્યો છે.
પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી બાદ તેઓ લોકસભાની ચૂંટમી ક્યાંથી લડશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. ત્યારે વારાણસી જિલ્લા કોંગ્રેસે હાઈકમાન્ડને પોતાની માગ મોકલી આપી છે. વારાણસી જિલ્લા અને મહાનગર કોંગ્રેસ કમિટીએ રાહુલ ગાંધીને પ્રસ્તાવ પત્ર મોકલી આપ્યું છે.
ADVERTISEMENT
જપ્ત થઈ જશે પીએમ મોદીની ડિપોઝિટ
જિલ્લા કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જો વારાણસીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તો પીએમ મોદીની ડિપોઝિટ જપ્ત થઈ જશે. આ પહેલી વખત નથી જ્યારે કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને વારાણસીથી ચૂંટણી લડાવવાની માગ ઉઠી હોય. જ્યારે 2014માં પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારે પણ પ્રિયંકા ગાંધીને આ જ બેઠક પરથી ચૂંટણી લડાવવા માગ થઈ હતી.
આ પણ વાંચોઃગાંધીપરિવારની પુત્રી પરંપરાગત બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે?
કહેવાય છે કે 2014માં વારાણસી બેઠક પરથી અજય રાયને ચૂંટણી લડવામાં પ્રિયંકા ગાંધીની મહત્વની ભૂમિકા હતી. એટલું જ નહીં પડદા પાછળ તેમણે અજય રાય માટે વ્યૂહરચના પણ ઘડી હતી અને નિર્ણય પ્રક્રિયામાં પણ સક્રિય રહ્યા હતા.