Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઍરપોર્ટ પર PM મોદીએ વારાણસી ગૅન્ગરેપ કેસની માહિતી લીધી, અધિકારીઓને આદેશ પણ આપ્યો

ઍરપોર્ટ પર PM મોદીએ વારાણસી ગૅન્ગરેપ કેસની માહિતી લીધી, અધિકારીઓને આદેશ પણ આપ્યો

Published : 11 April, 2025 03:41 PM | Modified : 12 April, 2025 02:05 PM | IST | Varanasi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Varanasi Gang Rape Case: પીએમ નરેન્દ્ર મોદીએ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા અધિકારીઓને વધુમાં નિર્દેશ આપ્યો. તાજેતરમાં વારાણસીમાં થયેલા ગૅન્ગરેપની ઘટનાએ દેશને આઘાત પહોંચાડ્યો જ્યારે પોલીસને 19 વર્ષની એક મહિલા બેભાન અવસ્થામાં મળી.

વારાણસી ગૅન્ગરેપ પર પીએમ મોદીએ અધિકારીઓ પાસેથી અપડેટ્સ લીધા (તસવીર: X)

વારાણસી ગૅન્ગરેપ પર પીએમ મોદીએ અધિકારીઓ પાસેથી અપડેટ્સ લીધા (તસવીર: X)


વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં છે. શુક્રવારે પીએમએ વારાણસીમાં થયેલા ગૅન્ગરેપની ઘટના અંગે વિગતવાર અહેવાલ મળ્યો અને સૂચના આપી કે આ કેસમાં દોષિતો સામે "શક્ય તેટલી કડક કાર્યવાહી" કરવામાં આવે, એવો આદેશ પણ આપ્યો હતો.  વડા પ્રધાને અનેક રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા અને જાહેર સભાને સંબોધવા માટે વારાણસી પહોંચ્યા ત્યારે પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસેથી આ કેસ બાબતે માહિતી મેળવી.


પીએમ નરેન્દ્ર મોદીએ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા અધિકારીઓને વધુમાં નિર્દેશ આપ્યો. તાજેતરમાં વારાણસીમાં થયેલા ગૅન્ગરેપની ઘટનાએ દેશને આઘાત પહોંચાડ્યો જ્યારે પોલીસને 19 વર્ષની એક મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી.



વારાણસી ગૅન્ગરેપ: પીએમ મોદીએ શું કહ્યું?


"વારાણસીમાં ઉતર્યા પછી તરત જ, વડા પ્રધાનને શહેરમાં તાજેતરમાં બનેલી ગુનાહિત બળાત્કારની ઘટના અંગે પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા માહિતી આપવામાં આવી," ઉત્તર પ્રદેશ સરકારના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે. "પીએમએ ગુનેગારો સામે શક્ય તેટલી કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે યોગ્ય પગલાં અમલમાં મૂકવા સૂચના આપી," નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે.

વારાણસી ગૅન્ગરેપ ઘટના


વારાણસી ગૅન્ગરેપ ઘટનામાં પોલીસે ઓછામાં ઓછા નવ આરોપીઓની ધરપકડ કરી છે, જે બધા હાલમાં જિલ્લા અને સત્ર અદાલતના નિર્દેશો અનુસાર ન્યાયિક કસ્ટડીમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીને લાલચ આપીને લઈ જવામાં આવી હતી અને ઘણા દિવસો સુધી તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે 7 દિવસના સમયગાળામાં 23 લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો, જે બધાને કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે.

પોલીસે વધુમાં કહ્યું હતું કે આ કેસના સંદર્ભમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. વારાણસીના લાલપુર પાંડેપુર પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતના પિતાના જણાવ્યા અનુસાર, 19 વર્ષીય મહિલા 29 માર્ચે તેના મિત્રને મળવા ગઈ હતી, ત્યારબાદ તરત જ આ ઘટના બની હતી.

"તે 29 માર્ચે ઘરેથી નીકળી ગઈ હતી અને તેના મિત્ર સાથે ઘાટની મુલાકાત લીધી હતી અને ત્યાં એક દિવસ વિતાવ્યો હતો. ત્યારબાદ તે છોકરાઓના સંપર્કમાં આવી હતી, અને 3-4 દિવસ પસાર થઈ ગયા હતા. અમે બધા ચિંતિત હતા, અમે તેને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ વ્યર્થ. અમે 3 એપ્રિલે પોલીસનો સંપર્ક કર્યો. 4 એપ્રિલે પોલીસે તેને શોધી કાઢી હતી. તેની હાલત ખરાબ હતી. સારવાર પછી, જ્યારે તે સામાન્ય થઈ ગઈ, ત્યારે તેણે આખી ઘટના વર્ણવી.” આ દરમિયાન, આ કેસમાં અન્ય આરોપીઓની શોધ હજી પણ ચાલુ છે, પોલીસે જણાવ્યું છે. પીડિતના પિતાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે તેની પુત્રીને ઘણી વખત નશાની દવાઓ આપવામાં આવી તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.

"આટલા બધા પુરુષોની સંડોવણી દર્શાવે છે કે તે એક સુનિયોજિત પ્રયાસ હતો. મારી પુત્રી ઇન્ટરમાં કૉમર્સમાં અભ્યાસ કરતી હતી, અને તે રમતગમતમાં આગળ વધવાની યોજના બનાવી રહી હતી. તે 19 વર્ષની છે. હું કોઈ આરોપીને ઓળખતો નથી. યોગી આદિત્યનાથ આવા કેસોને કુશળતાપૂર્વક હેન્ડલ કરવા માટે જાણીતા છે. હું તેમને ન્યાય આપવા વિનંતી કરું છું. હું આરોપીઓને ફાંસી આપવાની માગ કરતો નથી, પરંતુ સજા એટલી કડક હોવી જોઈએ કે લોકો કોઈની સાથે બળાત્કાર કરતા પહેલા બે વાર વિચારે," એમ પીડિતના પિતાએ કહ્યું.

કડક કાર્યવાહી થવી જોઈએ

ગઈ કાલે નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાતે ગયા હતા. વારાણસી પહોંચેલા નરેન્દ્ર મોદીએ ઍરપોર્ટ પર ઊતર્યા પછી તરત જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી ગંભીર ગુનાહિત ઘટના વિશે માહિતી મેળવી હતી. શહેરમાં તાજેતરમાં બનેલી બળત્કારની ઘટના પર ચિંતા વ્યક્ત કરતાં પોલીસ-કમિશનર, વિભાગીય કમિશનર અને જિલ્લા મૅજિસ્ટ્રેટ પાસેથી આ બાબતે વિગતવાર અહેવાલ માગ્યો હતો.

નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે આ ઘટનામાં સામેલ તમામ ગુનેગારોની ઓળખ કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે ‘કાયદો અને વ્યવસ્થા કોઈ પણ સંજોગોમાં નબળી પાડવાની મંજૂરી આપી શકાય નહીં. વારાણસી માત્ર એક ધાર્મિક અને સાંસ્કૃતિક શહેર નથી, પરંતુ દેશનો આત્મા છે. અહીં સુરક્ષાવ્યવસ્થા કડક હોવી જોઈએ જેથી અહીં આવતા શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પોતાને સંપૂર્ણપણે સુરક્ષિત અનુભવે.’

થોડા દિવસો પહેલાં વારાણસીમાં ૧૯ વર્ષની યુવતી પર બળાત્કારની ગંભીર ઘટના પ્રકાશમાં આવી હતી, જેણે આખા શહેરને હચમચાવી નાખ્યું હતું. આ યુવતીને ૨૩ પુરુષો દ્વારા ૭ દિવસ સુધી હોટેલો અને કૅફેમાં લઈ જઈને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં ૯ જણની ધરપકડ થઈ છે.

વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ગઈ કાલે લીધી વારાણસીની પચાસમી મુલાકાત

૨૦૧૪માં વારાણસીના સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પચાસમી વાર વારાણસીની મુલાકાત લીધી હતી અને તેમણે ૩૮૮૦ કરોડ રૂપિયાનાં ૪૪ વિકાસકામોનાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં હતાં. મોટા ભાગના પ્રોજેક્ટ્સ ગ્રામીણ વિકાસ કેન્દ્રિત હતા જેમાં ૧૩૦ પીવાના પાણીની યોજનાઓ, ૧૦૦ નવાં આંગણવાડી કેન્દ્રો, ૩૫૬ લાઇબ્રેરી, પિન્ડ્રામાં એક પૉલિટેક્નિક કૉલેજ અને એક સરકારી ડિગ્રી કૉલેજનો સમાવેશ થતો હતો.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2025 02:05 PM IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK