વહીવટી તંત્રની વિરુદ્ધ આ ટાઉનના લોકોને બંધ પાળ્યો હતો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગોપેશ્વરઃ ઉત્તરાખંડના જોશીમઠમાં તિરાડવાળાં મકાનોમાં જીવના જોખમે રહેતા લોકોને હટાવવાની કામગીરી સરકારે શરૂ કરી એના વિરોધમાં ગઈ કાલે વિરોધ-પ્રદર્શન થયાં હતાં. વહીવટી તંત્રની વિરુદ્ધ આ ટાઉનના લોકોને બંધ પાળ્યો હતો. તેમનું કહેવું છે કે તેમની મુશ્કેલીથી વહીવટી તંત્રને કોઈ ફરક પડતો નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે એનટીપીસી (નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ)ના પ્રોજેક્ટને કારણે જોશીમઠ ધીમે-ધીમે જમીનમાં ધસી રહ્યો છે.